SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ લે મિરાલ્ડ તેને જો બરાબર વાપરવામાં આવે, તો સાંકળની કડીઓ કે બારીના સળિયા વહેરી નાખી શકે. દોરડાંને તો કાપી જ શકે. આ જાતના એક મોટા સૂનાં બે ફાડિયાં જેન્ટેટના ઓરડામાં પથારી આગળથી પોલીસના હાથમાં આવ્યાં હતાં; અને એક ભૂરા પોલાદની નાની કરવતી પણ દોરડાંના કકડામાં વળગેલી મળી આવી હતી. ડાકુઓએ જયારે કેદીને બાંધવા માંડયો, ત્યારે તેણે કદાચ આ સૂને પોતાની આંગળીઓમાં છુપાવી રાખ્યો હશે; અને સહી કરવા છૂટા કરવામાં આવેલા જમણા હાથે પછી તેણે સૂનો પેચ ફેરવીને અંદરથી કાઢેલી કરવતી વડે દોરડાના આંટા કાપ્યા હશે. કેદીએ છૂટા થઈ, ફરસી હાથમાં લઈને પેલાઓને કહ્યું, ભલાદમીઓ, મારે જે ન બોલવું હોય ને તમે મારી પાસે બોલાવી શકે કે મારે ન લખવું હોય તે લખાવી શકો એમ તમે માનતા હો, તો તેનો જવાબ જુઓ આ રહ્યો –' એમ કહેતાંની સાથે તેણે પોતાના હાથની બાંય ઊંચી ચડાવીને ત્યાં પેલી જમણા હાથે પકડેલી લાલચોળ ફરસી ભારપૂર્વક ચાંપી દીધી. પછી માંસ બળીને થયેલા ઘામાંથી તેને ખેંચી કાઢીને, ઉઘાડી બારી વાટે, બહાર ફેંકી દીધી. થેનારડિયર હવે ગજ: “એને પકડી લો. હવે એને પૂરે કરવો એ એક જ રસ્તો બાકી રહે છે, અને તે કામ હું મારે પોતાને હાથે કરીશ.' એમ કહી, તેણે ટેબલના ખાનામાંથી એક છરો કાઢ્યો. મેરિયસ હવે પિસ્તોલનો ધોડો દબાવવા તત્પર થઈ ગયો. પણ તેના અંતરમાં હજુ પણ એકસાથે બે વિરોધી અવાજોની કારમી ગડમથલ મચી રહી હતી. અચાનક તેની નજર ચંદ્રના અજવાળામાં પોતાના ટેબલ ઉપર ઝબકતા કાગળના ટુકડા ઉપર પડી. તેના ઉપર આજે સવારના જ
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy