________________
મેરિયસ પગલાં ભરે છે થનારડિયરની મોટી દીકરીએ મોટા અક્ષરે લખેલી લીટી ઊભા ઊભા વાંચી શકાતી હતી –
પોલીસદાદા આવી પહોંચ્યા.”
મેરિયસના મનમાં વીજળીની પેઠે એક વિચાર ચમકી ગયો. તે તરત નીચે નમ્યો અને ટેબલ ઉપરથી લાંબે હાથે તે કાગળ ઉપાડી લઈ, ભીંત ઉપરથી એક પોપડો ઉખાડી, તેના ઉપર તે કાગળ વીંટી, તેણે બાકામાંથી ઓરડા વચ્ચે ફેંકયો.
થેનારડિયર છરો લઈ કેદી તરફ ડગલું ભરવા જતો હતો, તેવામાં કશુંક પડ્યું જાણી થોભ્યો. થેનારડિયરે કાગળ ઉપાડીને સરખો કરી વાંચ્યો. “અરે, આ તો મારી મોટી દીકરીએ આપણને ચેતવણી મોકલી છે: પોલીસો આવી પહોંચ્યા છે. જલદી ભાગો. દોરડાની નિસરણી ભેરવી દો.'
બધા એકબીજાને ધકેલતા બારીએ ટોળે વળ્યા. થેનારડિયરે બૂમ પાડી કહ્યું, “બધા સાથે ઊતરી શકવાના નથી. દોરડું એક સાથે એક જણનો જ ભાર ખમશે, એનો વિચાર કરો; નહિ તો બધા સાથે જ મરશો.’
આમ કહી, તે પોતે પહેલો ઊતરવા ગયો. પણ ગુંડાઓએ તેને પકડ્યો. “પહેલાં અમે, પછી તું.”
મૂરખાઓ આ રકઝકમાં જ પોલીસ આવી પહોંચશે.” “તો ચિઠ્ઠીઓ નાખો, કેણ પહેલો જાય !”
ગધેડાઓ, તમારું ચસક્યું છે? ચિઠ્ઠીઓ લખો, પછી એક ટોપામાં નાખી ચિઠ્ઠીઓને –'થેનારડિયર આગળ બોલવા જતો હતો, તેવામાં એક મજાકભર્યો અવાજ બારણામાંથી આવ્યો -
“મારો ટોપો તમારા કામમાં આવશે વારુ?'
બધાએ પાછા ફરીને જોયું, તો જાવટે પોતાનો ટોપો હાથમાં લઈ ઊભો હતો. મેરિયસની પિસ્તોલનો અવાજ સાંભળવાની રાહ જોઈને તે થાક્યો હતો. મેરિયસને કંઈ થયું