________________
લે મિરાટક્લ હશે, એમ માની છેવટે તે પોતે જ માણસો સાથે ઉપર ધસી આવ્યો હતો.
બધા ગુંડાઓને ગિરફતાર કરી, તે વિધિસર કાગળિયાં તૈયાર કરવા ટેબલ આગળ બેઠો. તે વખતે પેલા સદુગૃહસ્થનું નામ પૂછવાની જરૂર પડતાં, તેણે તેમને છોડીને પોતાની પાસે લાવવા કહ્યું. પણ નવાઈની વાત ! તે ત્યાં ન હતો. ચારે બાજુ નજર કરીને પછી બારી બહાર જોયું, તો દોરડાની નિસરણી છેડા આગળ થોડી હાલતી હતી, અને આજુબાજુ કોઈ ન હતું!
જાવટે દાંત કચડતો બોલ્યો, “એ માણસ આ બધાના મોંમાં ધૂકે તેવો હોવો જોઈએ ! નહીં તો પોલીસથી ડરીને આમ ભાગી જવાની તેને શી જરૂર?'
મેરિયસને પણ એના ગુપચુપ નાસી જવાની વાત જરાય સમજાઈ નહીં.
१६
થોડાક પાછળ
પીઠના મઠમાં જીન વાલજનને બધી વાતનું સુખ થયું હતું. તેને જે સુરક્ષિતના જોઈએ તે પણ મળી હતી; કોસેટનું ભણવા-ગણવાનું પણ ગોઠવાઈ ગયું હતું અને સૌથી વધારે તો કેસેટને સુખી થયેલી જોવાનો આનંદ તેને પ્રાપ્ત થયો હતો.
પરંતુ થોડાં વર્ષ બાદ તેને વિચાર આવવા લાગ્યો કે, બહારને જગતમાં પોતાને માટે ભય છે, તેથી કરીને કોસેટને તે દુનિયાથી અલગ પાડી, આ મઠની દીવાલો વચ્ચે અકાળે સાધ્વી જીવન ગાળવા નાખી મૂકવી, એ તેના જીવનને છુંદી નાખવા બરાબર છે.
એવામાં બુઠ્ઠો ફોશલવે ગુજરી ગયો; અને કોસેટનો મઠની શાળાનો અભ્યાસક્રમ પણ પૂરો થવા આવ્યો. એટલે