________________
૮૨
બે સિઝેન્ડ અધ્યક્ષ-માતા મને બોલાવી રહ્યાં છે. હું જાઉં છું. તમે જરાય આઘાપાછા ન થતા. આજ કંઈ અવનવું બનતું હોય એમ લાગે છે.”
દશ મિનિટ બાદ કેશલર્વે અધ્યક્ષ-માતાની રૂબરૂમાં જઈને ઊભો રહ્યો.
“ફર્વે ડોસા, મેં તમને બોલાવ્યા છે, તે એક ખાસ વાત કરવા માટે.”
ભલે માતાજી, હું આપની સેવામાં હાજર છું. આપની પરવાનગી હોય, તો મારે પણ એક વાત આપને કરવાની છે.”
ઠીક, પહેલાં તમારી વાત કહો; પણ પછી અમારી વાત તમારે આજે ખાસ લક્ષમાં લેવાની છે. તમને વિશ્વાસુ માનીને એ વાત અમે કરવાનાં છીએ.”
જી, આપનો મારા ઉપર વિશ્વાસ છે, એ મારા ઉપર આપની ખાસ કૃપા છે એ હું જાણું છું. મારી વાત એટલી જ છે કે, હું આજ સુધી આ મઠની સેવા વફાદારીથી અને નિષ્ઠાથી કરતો આવ્યો છું. મઠના બગીચાને મેં જાતમહેનતથી સુધાર્યો છે અને તેમાં રૂડાં ફળ હવે નીપજે છે. હું જાતે જ થેલા ભરીને તે બહાર વેચી આવું છું. પણ હવે મારું શરીર ભાગતું જાય છે, અને મઠનું કામ બગડે એ મારાથી સહન થતું નથી. આવી ઠંડી હિમભરી રાતોમાં તો બધાં કોળાં-તરબૂચ ઢાંકી દેવાં પડે છે. મારો એક બુઢ્ઢો ભાઈ છે; તે મારા કરતાં વધુ મજબૂત છે અને બાગકામ વધારે સારું જાણે છે. તેને મારી મદદમાં લાવવા દો. તો મઠનો બગીચો સ્વર્ગના બગીચા જેવો બની રહે. તેને વળી એક નાની દીકરી છે. તે અહીં જ ભણશે અને સંભવ છે કે ભવિષ્યમાં તે સાધ્વી પણ બને.”
ફોશલનું બોલવું પૂરું થયું એટલે તરત અધ્યક્ષ-માતા હાથમાંની માળા બંધ કરીને બોલી ઊઠ્યાં – ‘ડોસા, આજ સાંજ સુધીમાં તમે એક લાંબી મજબૂત કોશ મેળવી શકશો?'