________________
પીને મઠ
‘શું કરવા?’
ભોંયતળમાંથી એક મોટો પથરો ઊંચો કરવા.'
.
‘હા માતાજી.’
વર
પછી માતાજીએ ડોસાને અત્યંત ચૂપકીદીથી જે વાત કહી, તેનો સાર એ હતો કે, જૈ સાધ્વી આજે મરણ પામ્યાં છે તે ક્રૂસી૦ માતા ભારે ચમત્કારી બાઈ હતાં. મરણ બાદ પણ તે બીજા ચમત્કારો કરીને આ મઠની અદ્ભુત સેવાઓ કરશે એવી સૌને ખાતરી છે. તેમણે પોતાની અંતિમ ઈચ્છા એ બતાવી હતી કે, ગમે તેમ કરીને તેમનું કોફિન (મડદાપેટી) વેદી નીચેના ભાંયરામાં જ ઉતારવું – બહારના કબ્રસ્તાનમાં દાટવા લઈ ન જવું. સરકારે ભલે વેદી નીચે ભોંયરામાં શબ ઉતારવાની અને રાખવાની સખત મના કરી હોય.
-
ફોશલોંએ એ કામ છૂપી રીતે પતવવામાં મદદ કરવાની ખુશીથી તૈયારી બતાવી. પણ પછી સવાલ એ થયો કે, પેલું જે સરકારી કૅફિન આવે તેનું શું કરવું? તેને તો સ્મશાનમાં લઈ જઈ દાટવું જ જોઈએ. કૅફિન ઊંચકનારા તે ખાલી છે એમ જાણી જાય, તો સરકારી તપાસ થાય.
ફોશલોંએ ઉપાય સૂચવ્યો કે, ‘એ કોફિનમાં હું માટી ભરી કાઢીશ, એટલે ઊંચકનારાઓને ખાલી નહીં લાગે.'
"
ઠીક, તો એ ખાલી કોફિન સ્મશાનમાં જાય, અને દટાય ત્યાં સુધીનું બધું બરાબર હેમખેમ પાર ઉતારવાનું તમારે માથે. એ બધું પતી જાય એટલે તમારા ભાઈને અને તેની દીકરીને કાલે મારી ભેગાં કરજો. અમે તેમને રાખવાનો જરૂર વિચાર કરીશું.'
ફોશલોં ડોસો આનંદથી કૂદતો કૂદતો જીન વાલજન પાસે આવ્યો. બધી વાત તેને કહી. ‘હું જો ખાલી કૉફિનને ઠેકાણે પાડવામાં મદદ કરું, તો અધ્યક્ષ-માતા મારા ભાઈને અને ભત્રીજીને મઠમાં રાખવા કબૂલ થયાં છે. ભત્રીજીને તો