________________
લે મિઝરાઇલ કરી નાખ્યું – કેટલીક વાર તે એકલો જ આવતો. ત્યારે મેરિયસ બગીચામાંથી વહેલો ચાલ્યો જતો – એ બીજી ભૂલ.
પછી તો મેરિયસે તે છોકરીનું ઘર ક્યાં છે તે શોધી કાઢવા તેમની પાછળ પાછળ જવા પ્રયત્ન શરૂ કર્યો. એ ત્રીજી અને મોટી ભૂલ! થોડા દિવસ બાદ મ. લેબ્લાન્ક પોતાનું ઘર જ બદલી નાખ્યું.
ઉનાળો પૂરો થયો અને શિયાળો બેસી ગયો. મેં. લેબ્લાન્ક કે તેમની જુવાન પુત્રી એ બેમાંથી કેઈએ લક્ષમબર્ગના બગીચામાં ફરી પગ મૂક્યો ન હતો. મેરિયસને હવે પોતાની ભૂલ સમજાઈ.
એક દિવસ શિયાળાની અધવચ કારમી ઠંડીનાં છ અઠવાડિયાની શરૂઆતમાં થોડો ઘણો ઝબકેલો સૂર્ય આથમવાની તૈયારીમાં હતો, તેવામાં મેરિયસ હોટલ તરફ જમવા નીકળ્યો. તે વિચારમગ્ન દશામાં નીચે મેએ ચાલતો હતો, તેવામાં સામેથી દોડતી આવતી બે ચીંથરેહાલ છોકરીઓ સાથે તે ટિચાયો. તે બંને છોકરીઓ “પોલીસદાદા' વિષે વાતો કરતી કરતી, જાણે તેમના હાથમાં પકડાતી ભાગી છૂટી હોય તેમ. પાછું જોતી જોતી નાસતી હતી. એ છોકરીઓ પાસેથી તે જ વખતે કશુંક પરબીડિયા જેવું નીચે ગબડી પડ્યું. મેરિયસે તે ઉપાડીને જોયું તો તેમાં કાગળો હતા. તેણે થોડાં ડગલાં પાછા ફરી તેમને બૂમ પાડી, પણ પેલી છોકરીઓ દૂર નીકળી ગઈ હતી.
ઘેર જઈ, કંઈ સરનામું મળે તો તે કાગળ ટપાલમાં રવાના કરવાને હિસાબે મેરિયસે વાંચવા માંડ્યા. તે કાગળો ચાર જુદા જુદા સજજનો અને સન્નારીઓ ઉપર લખેલા હતા. કાગળોના હસ્તાક્ષર એક જ જાતના હતા, પણ દરેકમાં લખનારનું નામ અને વિનંતિ જુદી જાતનાં હતાં. એક કાગળમાં તેણે પોતાની જાતને પરદેશી નિર્વાસિત જણાવ્યો હતો. તો