SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૯૪૨• હતો તેવામાં પોલીસે તેને ફરી ઝડપી લીધો. કહેવાય છે કે, વચગાળાના આ ત્રણ કે ચાર દિવસના છુટકારાનો લાભ લઇ, તેણે છ થી સાત લાખ ફ્રાંક જેટલી રકમ આપણા એક મુખ્ય બેંકવાળા લેફાઈટને ત્યાંથી ઉપાડી લીધી હતી. તે રકમ તેણે મેંટની બહાર વગડામાં ક્યાંક દાટી દીધી છે. પોલીસને પ્રયત્ન કરવા છતાં તે જગા હાથ આવી નથી. એ ગઠિયા ઉપર આઠ વર્ષ પહેલાં ધોરી રસ્તા ઉપર એક પ્રમાણિક નાના છોકરાને લૂંટી લેવાના આરોપસર કામ ચલાવવામાં આવ્યું હતું.' અહીં જ સાથે સાથે જણાવવા જઇએ કે, મેં. મેડલીન પકડાઈ જવાની સાથે મેટ૦ ગામની સમૃદ્ધિ પણ વિદાય થઈ ગઈ. તેમની હાજરીમાં જ આખા ધંધા માટે આત્મારૂપ હતી. આત્મા જતાં ખોળિયું ચોગરદમ સડા અને વિનાશનું ધામ બનીને પીંખાઈ ગયું. | વહાણના કેદી તરીકે આ વખતે જીન વાલજિનનો નંબર ૯૪૩૦ હતો. નં. ૯૪૩૦ ૧૮૨૩ના વર્ષના ઓકટોબર માસના અંત ભાગમાં, ભરદરિયે ભારે તોફાનને કારણે નુકસાન પામેલું લડાયક જહાજ “ઓરાયન’ સમારકામ માટે ટુલ બંદરમાં દાખલ થયું. પ્રેક્ષકોની ભીડ સવાર-સાંજ ડક્કા ઉપર કાયમ જામેલી રહેલા લાગી. એક સવારે ખલાસીઓ જહાજના સઢ ખોલતા હતા. તેવામાં ટોચે આવેલા સઢના ઉપરના છેડાને પકડનારો ખલાસી અચાનક લથડયો અને નીચે મોંએ પાણી તરફ પડવા લાગ્યો. તેના હાથમાં દોરડાનો એક છેડો આવી ગયો. તે બંને હાથે પકડી તે અધવચ લટકવા લાગ્યો. પણ તેની એ અંતરિયાળ દશા જોઈને કિનારા પરનાં માણસોનાં મોંમાંથી એકીસાથે તીણી ચીસ નીકળી પડી.
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy