SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તે મિશખ ડોસીને તો સિસ્ટર સિપ્લાઇસનો અચૂક સાચો જવાબ કલ્પનામાં સંભળાવા લાગતાં તમ્મર આવી ગયાં. સિસ્ટરે આંખો ઉંચી કરીને ધીમેથી જવાબ આપ્યો, “હું એકલી જ છું.’ તોપણ હું ફરી પૂછવા બદલ માફી માગું છું – તમે આજ સાંજે અહીં પેલા જીન વાલજિનને હરગિજ નથી જોયો? તે ભાગી ગયો છે, અને અમે તેને શોધીએ છીએ.” સિસ્ટરે જવાબ આપ્યો, “ના નથી જોયો.” ઉપરાઉપરી તે બે અસત્યો બોલી હતી : જરાય ખચકાયા વિના, ઝડપથી, જાણે ભગવાનની સ્તુતિ કરતી હોય તેમ. જાવટે આજુબાજુ સહેજ પણ નજર કર્યા વિના તરત પાછો ફરી ગયો. એક કલાક બાદ ધૂમસમાં થઈને જીન વાલજિન ઉતાવળે શહેરથી દૂર ભાગી રહ્યો હતો. તેના હાથમાં માત્ર કપડે વીંટાળેલું નાનું સરખું પોટલી જેવું કંઈક હતું. તે આમ જાવટના પંજામાંથી છટકીને ભાગ્યો તો ખરો, પણ છેવટે ફરી પકડાઈ ગયો. જે દિવસે તે પકડાયો, તે દિવસનાં છાપાંમાં તેના ટૂંક અહેવાલો પ્રસિદ્ધ થયા. એક છાપાએ (૨૫ મી જુલાઈ, ૧૮૨૩) મે. મેડલીનની પૂર્વ-વિગતો આપીને પછી જણાવ્યું હતું કે, “તે મેડલીન બીજો કોઈ નહીં, પણ ૧૭૯૫માં લૂંટ માટે સજા પામેલો જીન વાલજિન નામનો ગુનેગાર જ હતો. તેને ફરી જીવનભર કેદ અને સખત મજૂરોની સજા ભોગવવા ટુલ બંદરે વહાણ ઉપર મોકલી આપવામાં આવ્યો છે.” બીજા છાપાએ થોડી વિશેષ વિગતો આપીને જણાવ્યું હતું કે, “આ ગઠિયામાં રામસી બળ હોવાથી, જેલખાનાના સળિયા તોડી તે ભાગી છૂટ્યો હતો. પરંતુ ત્રણચાર દિવસ બાદ પેરીસથી માંટ૭ જતી ટપાલગાલમાં તે બેસવા જતો
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy