________________
૫૬
લે મિઝરાછ૭ પેલા લટકતા ખલાસીના હાથ ધીરે ધીરે થાકતા જવા લાગ્યા. હાથના રદ્યાસહ્યા જોરથી તે દોરડાને આધારે ઊંચે ચડવા પ્રયત્ન કરતો, પણ તેથી તો દોરડું વધારે ઝૂલવા લાગતું. તેના હાથમાંથી દોરડું છૂટવાની આખરી ઘડી હવે લગોલગ આવી લાગી. અને એ કારમો દેખાવ જોવો ન પડે તે માટે કેટલાક પ્રેક્ષકે તો આડું પણ જોઈ ગયા. *
એટલામાં અચાનક એક માણસ ખિસકોલીની ચપળતાથી કૂવાથંભના તાણિયા ઉપર ઊંચે ચડતો દેખાયો. તેનાં રાતાં રંગનાં કપડાં પરથી તે સજા પામેલો ગુનેગાર હતો એ નક્કી હતું, અને તેના માથા ઉપર લીલી ટોપી હતી એટલે તે જીવનભરની સજા પામેલો હતો એ પણ સ્પષ્ટ હતું.
વાત એમ બની હતી કે, તૂતક ઉપર કેદની સજાની કામગીરી બજાવતો એક કેદી, પેલા ખલાસીને લટકતો જોઈ, પહેરા ઉપરના અમલદાર પાસે એકદમ દોડી ગયો. બધા જ ખલાસીઓ જ્યારે ઇ જીને પાછા પડતા હતા, ત્યારે તેણે પેલા લટકતા ખલાસીને બચાવવા પોતાના જાનના જોખમે ત્યાં દોડી જવા પરવાનગી માગી. પેલા અમલદારે “હા” કહેવા ડોકું હલાવવાની સાથે તે હથોડાના એક ટકાથી પોતાના પગ ઉપરની સાંકળ છૂટી કરીને, એક દોરડું સાથે લઈ ઊંચે ચડવા લાગી ગયો. ટોચ ઉપરના કઠારાએ પહોંચી તેણે થોડી વાર થોભી આજુબાજુ નજર કરી લીધી. પછી કઠારા ઉપર એક જગાએ પોતાની સાથેના દોરડાનો એક છેડો ગાંડ્યો. બીજો છેડો તેણે પેલા લટકતા માણસ તરફ નાખ્યો અને તે દોરડાને આધારે એક પછી એક મૂઠી ભરી તેણે ઊતરવા માંડયું.
પેલા લટકતા ખલાસીની હવે આખરી ક્ષણ જ આવી લાગી હતી. તેના હાથ હવે વધુ એક ક્ષણ પણ દોરડું પકડી રાખી શકે તેમ રહ્યું ન હતું. પેલા કેદીએ પોતાના દોરડાનો છેડો એ ખલાસીને ગાંઠવા માંડ્યો. એક હાથે તેણે પોતાનું