________________
ન હ૪૩૦ દોરડું પકડ્યું હતું, અને બીજે હાથે તે આ કામ બની શકે તેટલી ઝડપથી પતાવતો હતો. થોડી વાર બાદ તે પાછો કઠેરા તરફ ઊંચે ચડવા લાગ્યો. ત્યાં પહોંચતાંવેંત તેણે દોરડું ખેંચી પેલા ખલાસીને ઉપર તાણી લીધો. નીચે ઊભેલા ટોળાએ તાળીઓ પાડી તેને વધાવી લીધો. સ્ત્રીઓ એકબીજીને વળગીને ડૂસકાં ભરવા લાગી, અને ચારે તરફથી એક અવાજે એક જ પોકાર ઊડ્યો, “આ બહાદુર કેદીને એકદમ છોડી મૂકવો જોઈએ!'
પરંતુ પેલા કેદીએ તો તરત જ પોતાને કામે પાછા ઊતરી જવાનું જ નિરધાર્યું હતું. અને વધુ જલદી ઊતરી શકાય તે માટે તે પહેલા કઠેરા પાસેના દોરડા ઉપરથી સીધો સરકતો સરકતો નીચેના કઠેરા તરફ આવવા લાગ્યો. દશ હજાર આંખો પણ તેની પાછળ પાછળ જ સરકતી હતી. એવામાં અચાનક સ ચાંડ્યા. અધવચ એક જગાએ આવતાં તે કંઈક ખચકાયો અને થાક કે નંમરને કારણે લથડિયું ખાઈ ગયો. આખું ટોળું એક કારમી ચીસ પાડી ઊઠયું – પેલો કેદી દરિયામાં ગબડી પડ્યો હતો. એક બીજું વહાણ “ઓરાયન'ની નજીક જ લાંગરેલું હતું. પેલો કેદી બરાબર એ બેની વચ્ચે જ પડી ગયો હતો. ચાર માણસો ઝપાટાભેર એક હોડી લઈને ઊતરી પડયા. પણ પેલો માણસ મૂએલો કે જીવતો બહાર પાછો દેખાયો જ નહીં. એ બે વહાણોના ગમે તે એકને તળિયે તેની કાયમની જળશા થઈ ગઈ હતી. એ કેદીની નંબર ૯૪૩૦ હતો, અને તેનું નામ જીન વાલજિન હતું. બીજે દિવસે તેના કરુણ મરણની ટૂંક નોંધ છાપાંમાં આવી.