________________
સ્ત્રીની ઈર્ષ્યા
130
મરવાની તૈયારીમાં છું. હું તને ચાહું છું. અને જ્યારે તું આ કાગળ વાંચતી હઈશ, ત્યારે માર્ચ આત્મા હસતો હસતો નારી સામે જોઈ રહ્યો હશે.'
-
આ ચિઠ્ઠી લખ્યા પછી, પોતાની ડાયરીમાં પહેલે પાને એ જ પેન્સિલથી મોટા અક્ષરે તેણે લખી રાખ્યું : ‘મારું નામ મેરિયસ ખોન્ટમર્સી છે. મા શબને – મારા દાદા માં. જીલેનોËડને ત્યાં, નં. ૬ રુ-દ-ફિલો ડુ કેલવેરમાં પહોંચાડવું.’ આટલું કામ પતવ્યા બાદ તેણે ગેલ્રોચને બોલાવ્યો : ભાઈ, તું મારું એક કામ કરીશ?'
‘હા, સાહેબ; તમે કહો તે. તમે તો હમણાં મા જાન બચાવ્યો છે.’
"
જો આ કાગળ છે. ને લઈને તું આ ઘેરામાંથી નીકળી જા. કાલે સવારે આ કાગળ નં. ૭-૬-લ' હોમ આર્મ એ સરનામે પહોંચાડી દેજે.'
‘પણ સાહેબ, ત્યાં સુધીમાં તો આ મોરચા ઉપર હુમલો આવી જાય. હું તે વખતે હાજર નહીં હોઉં ને?’
‘હજુ આ મોરચા ઉપર કાલ સવાર સુધી હુમલો આવે એવી વકી નથી; તથા અહીંની તૈયારી જોતાં કાલ બપોર સુધી આ મોરચો પડે તેમ નથી.'
છોકરો ચિઠ્ઠી લઈને તરત નાઠો. તેના મનમાં એવો વિચાર હતો કે, હજુ તો મધરાત થવા આવી છે; ચિઠ્ઠી આપીને પાછા ફરતાં બહુ વાર નહીં લાગે !
.
જીન વાલજિન ઘણો મૂંઝાયો હતો. તેને કોઈ અણગમતા ભાવીના ઓળા આસપાસ ઘેરી વળતા દેખાતા હતા. તેણે મકાન એટલી ઝડપથી તથા એટલી ગુપ્ત રીતે છોડ્યુ કે, ટુર્સે કે કાસેટ કશો સામાન પણ લઈ શકયાં નહીં. આજુબાજુ આટલા બધા દુશ્મનો ફરતા હોય ત્યારે પેટી-પટારા લઈને