SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ લે મિઝેરલ ઘર ખાલી કરવું, એ તો મોટી જાહેરાત જ થઈ જાય. તોપણ ટુર્સેએ થોડાં કપડાં તથા કાંસકા-કાંસકી લઈ લીધાં અને કોસેટે ચિઠ્ઠી-ચપાટી માટેના કાગળવાળી બ્લેટિંગ-બુક લઈ લીધી. જીન વાલજને અંધારું થયે જ નીકળવાનું વિચાર્યું હોવાથી, કોસેટ ચિઠ્ઠી લખી ટપાલમાં નાખવા એપનીનને આપી શકી હતી, એ આપણે જોઈ ગયા છીએ. . નવે ઘેર પહોંચ્યા પછી જીન વાલજીનની ચિંતા કંઈક ઓછી થઈ. કોસેટે કંઈક ખાધું-પીધું. પછી માથું દુખતું હોવાથી તે સૂઈ ગઈ. જીન વાલજિન જ્યારે ખાવા બેઠો, તે વખતે ટુર્સીએ પેરીસમાં બળવો શરૂ થયાના સમાચાર તેને કહી સંભળાવ્યા. જીન વાલજિન ભોજન પૂરું કરી શાંતિથી મુખ્ય ઓરડામાં ફરવા લાગ્યો. ત્યાં ફરતાં ફરતાં અચાનક આયનામાં તેને કંઈક અક્ષરો નજરે પડ્યા. ટેબલ ઉપર કોસેટની બ્લેટિંગ-બુક ઉઘાડી પડેલી, તેમાં મેરિયસને લખેલી ચિઠ્ઠીના અક્ષરો ઊંધા પડેલા, તે આયનામાં ફરી ઊંધા થવાથી છતા બની ગયા હતા અને વાંચી શકાતા હતા! જીન વાલજિન એ જોઈને ચક્યો! કોસેટ – પોતાની વહાલી બાળકી કોસેટ હવે યુવતી થઈ હતી – અને પોતાના પ્રેમી સાથે છૂપી રીતે પત્રવ્યવહાર ચલાવતી હતી! , જીન વાલજનના અંતરનો સઘળો સ્નેહ કોસેટમાં જ સર્વતોભાવે કેન્દ્રિત થયેલો હતો. જીન વાલજને સર્વ પ્રકારનાં સંકટોનો – શરીરને તોડી નાખે એવાં દુ:ખોનો કશી ચિંતા વિના સામનો કર્યો હતો. પરંતુ પોતાના અંતરને ચીરી નાખે એવું આ જાતનું દુ:ખ તેણે કદી અનુભવ્યું ન હતું. કોસેટની આસપાસ તેણે પોતાનું કલ્યાણ, પોતાનો આધાર, પોતાનું કુટુંબ, પોતાનો દેશ અને પોતાનું સ્વર્ગ ગૂંચ્યાં હતાં. તે બધું એક સપાટે જાણે ખતમ
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy