________________
૧૫ર
તે મિઝરા ૭ - જીન વાલજિને નજીક જઈ મેરિયસને ભીંતને ટેકે ગોઠવ્ય અને પછી જાળીના સળિયા એક પછી એક હલાવી જોયા, એકાદ સળિય પણ ઢીલું કે નમાવી શકાય તેવો નીકળે, તો તેની મદદથી પછી મિજાગરાં ઉતારી શકાય કે તાળું તોડી શકાય. પણ બધા સળિયા સખત મજબૂત હતા?
જન વાલજને બચવાની આશા મૂકી. આટલે દૂર આવ્યા બાદ, આ જાળી આગળ પોતાનો છુટકારો હાથવેંતમાં જોયા પછી ભૂખે અને તરસે મરવાનું તેને નિશ્ચિત દેખાયું. બહાર સીન નદી ઘૂઘવતી જતી હતી. પેલા કાદવમાં થઈને પાછા ફરવાનો તો કર્થો અર્થ જ ન હતો.
તે ઘડીએ તેના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો અને નજીકથી કોઈ બોલ્યું: “અર્ધા ભાગ!”
જીન વાલજિન પોતે સ્વમમાં છે કે જાગતો છે, એ સમજી જ ન શક્યો. કોઈનાં પગલાં તેણે સાંભળ્યાં ન હતાં કે કેઈનો ઓળં તેણે જોયો ન હતો. અને અચાનક આ કોણ? થોડે પાસેથી આંખ માંડીને જોયું તો તે થનારડિયર હતો !
અનુભવી જીન વાલજને કશો ગભરાટ દેખાવા ન દીધો. થેનારડિયરનું મોં તો સ્પષ્ટ હતું. જીન વાલજિનનું આખું શરીર નીચેથી નાક સુધી જાડા કાદવથી ખરડાયેલું હતું. એટલે થેનારડિયર તેને ઓળખી શકે તેમ હતું નહીં.
જીન વાલજને થેનારડિયરને જ બોલવા દીધો. અહીંથી તું બહાર નીકળીશ શી રીતે?
જીન વાલજને કશો જવાબ ન આપ્યો. એટલે થનારડિયરે જ કહ્યું: “આ તાળું તોડી શકાય તેમ નથી, અને છતાં તારે બહાર તો નીકળવું જ પડશે ને?”
હાસ્તો; તાળું તૂટે તેવું નથી.”