________________
મેર પડયો
૧૫૧ ને બસો ત્રણસો ફૂટ જેટલો લાંબો પણ હોય, તેમાં જો પાણીનો ભાગ વધુ હોય, તો માણસ તરત જ અંદર ઊતરી પડે અને ડૂબી જાય; જો કાદવનું પ્રમાણ વધુ હોય, તો માણસ અંદર ચુસાતો જાય; અને એ મોત થોડી મિનિટ મોડું આવે.
જીન વાલજને ધીમે ધીમે પગલાં ભરવા માંડયાં. થોડી વારમાં કાદવ એકદમ ઢીંચણ સુધી અને પાણી કમર સુધી આવી ગયું. જીન વાલજિન જમીનમાં જાણે ચુસાવા લાગ્યો. હવે પાછા ફરાય તેમ હતું જ નહીં. જીન વાલજિનના શરીરમાં રાક્ષસી તાકાત હતી. પરંતુ હવે તો ઊંડાણ પૂરું થઈ જલદી પગ અડે તેવી જગા આવે, તો જ જીવતા રહેવાય. પાણી ધીમે ધીમે બગલો સુધી આવી પહોંચ્યું. જીન વાલજિને મેરિયસને બે હાથ ઉપર ઊંચો કરાય તેટલો કરવા પ્રયત્ન કર્યો. હવે તો જીન વાલજિનનું માથું જ બહાર રહ્યું હતું અને મેરિયસને ઊંચકતા બે પંજા. પાછો તે થોડો વધુ કળ્યો. એટલે જીન વાલજિનને શ્વાસ લેવા માટે જ પોતાના મને પાછળ બોચી તરફ ઊંચું કરવું પડયું.
હવે આગળ શું હતું? મોત કે જીવન? જીન વાલજિને મરણિયા થઈને એક ડગલું ભર્યું, અને અચાનક તેના પગનું તળિયું કઠણ જમીનને અડયું
ત્યાં છેલ્લું જોર કરીને બંને પગે તે સ્થિર થયો. છેલ્લી કટોકટીની ઘડીએ આમ જીવનની આશા ઊભી થાય, ત્યારે અંતર ઈશ્વરને ધન્યવાદ આપી કેવું ગળગળું બની જાય છે!
થોડી વાર પ્રયત્ન કરીને જીન વાલજિન પૂરેપૂરો કાદવની બહાર આવી ગયો. કળણ પૂરું થયું અને કઠણ ફરસબંધી આવી ગઈ. તે જ ઘડીએ દૂર પ્રકાશનો લીસોટો તેની નજરે પડ્યો. થોડેક આગળ ચાલતાં દરવાજાની જાળી અને તેનું જંગી તાળું સ્પષ્ટ દેખાવા લાગ્યાં.