________________
લે મિરાલ્ડ આ બાજુએ છુપાઈને નિરાંતે બેઠો. એ જાણતો હતો કે, એ સુરંગમાં થોડા સમય માટે પેસી ભલે રહેવાય; પણ તેમાં થઈને આગળ જીવતા ક્યાંય નીકળાય જ નહિ. *
આ તરફ જીન વાલજને સુરંગમાં પાછું આગળ ચાલવાનું શરૂ કર્યું હતું. પગ નીચેની જગા લપસણી અને ભીની હતી. અને ધીમે ધીમે પાણીનો ભરાવ વધતો જતો હતો. હવે વધુ વખત અંદર ને અંદર અટવાયા કરવાનો કશો અર્થ ન હતો; ગમે તે રીતે સીન નદીને કિનારે પહોંચી જવું જ જોઈએ. તેથી તેણે બે રસ્તા આવ્યા ત્યારે જે બાજુ ઢાળ વધારે હતો ને બાજુ જવાનું જ પસંદ કર્યું.
કેટલેય દૂર ગયા પછી ઉપરની જાળીમાંથી પ્રકાશના ધાબા જેવું આવતું તેને લાગ્યું. ત્યાં ઊભા રહી તેણે મેરિયસની શી હાલત છે તે જોઈ લેવાનો વિચાર કર્યો. તેનું મોં તો ફિફર્ક પડી ગયેલું હતું; પણ હૃદય હજુ ધબકતું હતું. જીન વાલજિને પોતાનું ખમીસ ફાડીને જ્યાં ઘા જેવું લાગ્યું ત્યાં મેરિયસને પાટા બાંધી દીધા. પછી તેનાં ખિસ્સાં ફફેસતાં તેમાંથી એક ડાયરી જેવું હાથ આવ્યું. તે ઉઘાડીને વાંચતાં પહેલે પાને મેરિયસે પોતાનું શબ પોતાના દાદાને ત્યાં પહોંચે તે માટે લખેલું સરનામું તેની નજરે પડયું.
પછી થાક ખાઈ, થોડું જોર લાગતાં તેણે મેરિયસને ઉપાડીને પાછું ચાલવા માંડયું. પણ હવે પાણી એકદમ વધવા લાગ્યું, તથા પગ ચાટવા લાગ્યા. જીન વાલજિન ચકી ઊઠયો.
આ લાંબી લાંબી સુરંગોમાં ઘણી વાર એવું બનતું કે નીચેના તળિયામાંથી જમીન અચાનક બેસી જતાં કેટલાય ભાગમાં ખાડો પડી જતો અને તેમાં પાણી ભરાઈ રહેતું. એ ખાડો કેટલો ઊંડો હોય કે કેટલો લાંબો હોય તે કહી ન શકાય. થોડાં ડગલાંમાં પણ તે પૂરો થઈ જતો હોય, કે પછી