SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ રચે પડયો ૧ હતો. એક ચીંથરેહાલ માણસ આડું અવળું જોતો જોતો, પોતાની પાછળ પડેલા પોલીસના માણસને થાપ આપી છટકી જવા પ્રયત્ન કરતો ચાલતો હતો. તેનો પીછો પકડનાર પોલીસ તેને ઝટ પકડી શકે તેમ હતું, પરંતુ તેને એવો લોભ હતો કે પેલા ગુંડાને પોતાના છુપાઈ રહેવાને સ્થળે જવા દેવો, જેથી તેના બીજા સાગરીતો પણ હાથ આવે. પોલીસના માણસે એક ઘોડાગાડીને પસાર થતી જોતાં તેને પાછળ પાછળ આવવા નિશાની કરી. | નદીનો ઢાળ આવ્યો, ત્યારે આગળ ચાલનાર ગુંડો ભૂલથી કે જાણી જોઈને કિનારે કિનારે સીધો ચાલવા માંડયો. આગળ જ્યાં નદીનો ખૂણો પડતો હતો, ત્યાં કિનારો બંધ થતો હતો અને પાણી ભેખડને ઘસાઈને જ વહેતું હતું. આ રસ્તે આગળ જવું એ તો જાણી જોઈને છેવટે પોલીસના હાથમાં કે નદીના મોંમાં જઈ પડવાં જેવું જ હતું. પોલીસવાળો રાજી થતો થતો તેની પાછળ જરા જલદી ચાલવા લાગ્યો. ભેખડ જ્યાં પાણીને અડની હતી તે તરફ જતાં વચમાં સાતઆઠ ફૂટ ઊંચો કચરાનો ઢગલો હતો. પેલો ગુંડો તે ઢગલા પાછળ જઈ પહોંચ્યો એટલે તરત પેલા પોલીસવાળાએ પોતાનો વેગ વધાર્યો. એ ઢગલાને પાર કરીને તેણે જોયું તો પચીસેક ડગલાં આગળ નદી ભેખડને અડતી હતી, પણ વચ્ચેની જગામાં પેલો માણસ ન હતો ! તે હવામાં ઓગળી ગયો કે પાણીમાં પેસી ગયો તેની કશી ખબર ન પડી. • પોલીસવાળાએ ભેખડ સુધી જઈને આસપાસ બારીક નજરથી જોયું. ત્યાં બાજુ ઉપર એક મોટી જાળી હતી. કોઈને કઈ મહા-સુરંગનું તે બારણું હતું. ત્રણ જંગી મિજાગરાં ઉપર ઊઘડતી એ જાળીને રાક્ષસી તાળું હતું. પેલો માણસ એ તાળું ઉઘાડી તે સુરંગમાં પેઠો હોય એમ બને. એટલે પાછો તે બહાર નીકળે તેની રાહ જોતો પોલીસવાળો પેલા ઢગલાની
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy