________________
લે મિરાન્ડ ધોઈ નાખવા પડશે, તેનું કશું ઠેકાણું ન હતું. મેરિયસ પણ ઘવાયેલો હતો અને તેનો ઘા લાંબો વખત સારવાર વિનાનો રહે, તો તેના જીવનનો પણ કેટલો ભરોસો?
શરૂઆતમાં તો બળવાન સ્થાનેથી દૂર ખસવું એટલો જ જીન વાલજિનને ખ્યાલ હતો. પરંતુ તેને પણ ધીમે ધીમે બીક લાગવા માંડી. ચાલતાં ચાલતાં અર્ધા કલાક થઈ ગયો હતો. પોતે શહેરના કયા ભાગની નીચે છે. તે જાણવાનું પણ કાંઈ ઠેકાણું ન હતું. એટલામાં અચાનક સામે પ્રકાશનો એક ગોળો તગતગતો હોય તેમ એને લાગ્યું. તેની પાછળ આઠ નવ ભૂત જેવા ઓળા નજરે પડ્યા. ક્રાંતિકારીઓ શહેર નીચેની સુરંગોમાં સંતાઈ રહેવાના, એવો ખ્યાલ પોલીસોને હોવાથી. મુખ્ય મુખ્ય ભાગોની સુરંગોમાં એકસામટી અનેક જગાએથી પોલીસ-ટુકડીઓ ઉતારવામાં આવી હતી. આ ભાગની ટુકડીને કેઈકનાં પગલાંનો અવાજ થોડીક વખત થયાં સંભળાતો હતો. જમાદારે ફાનસ ઊંચું કરીને આંખ ખેંચીને જોવા પ્રયત્ન કર્યો. જીન વાલજન તરત ચેતી ગયો અને ભીંત સરસો દબાઈને ઊભો રહ્યો. પોલીસોને દૂર સુધી કંઈ દેખાય તેમ તો હતું નહીં; એટલે થોડી વાર ચૂપ રહીને તેમણે અવાજ સાંભળવા પ્રયત્ન કર્યો. પણ પછી ભ્રમ થયો હશે એમ માની, ને તરફ બંદૂકનો બાર કરીને તેઓ બીજી તરફ વિદાય થયા. જીન વાલજિન ઊભો હતો ત્યાં પાસે પ્લાસ્ટરનું દગડું ગોળી વાગવાથી તૂટી પડ્યું અને પાણીમાં પછડાયું.
એક બાજુ મોટા બળવા જેવા તોફાન સામે બાથ ભીડવામાં સરકારી લશ્કર રોકાયું હતું, ત્યારે પેરીસની પોલીસ પોતાના ચાલુ કામકાજમાં જરા પણ ફરક પડવા દીધા સિવાય પોતાનું કામ કર્યે જતી હતી. પેરીસ વચ્ચે થઈને વહેતી સીન નદીના જમણા કિનારે આજે ઉંદર બિલાડીનો એક ખેલ જામ્યો