SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ લે મિરાહ ભાગમાં શિયાળામાં દિવસે પણ પ્રકાશ જેવું હોય જ નહીં; અને દિવસોય ટૂંકા એટલે કામ ઘણું ઓછું ઊતરવા લાગ્યું. થેનારડિયર દંપતીના પૈસા માટેના તગાદા પણ ઘણા વધી ગયા. એક દિવસ તો થેનારડિયરે લખ્યું કે, “કોસેટ હવે છેક જ ઉઘાડી થઈ ગઈ છે, આ શિયાળામાં તેને એકાદ ગરમ કપડું પણ નહીં મળે, તો તે લાંબું નહીં જીવે માટે ગમે તેમ કરીને દસ ફાંક તો તરત મોકલો જ.” ફેન્ટાઇને આખો દિવસ એ કાગળ હાથમાં ચોળ્યા કર્યો. પછી રાતે હજામની દુકાને જઈ, તેણે પોતાના વાળ કપાવી નાખ્યા. હજામે તે સોનેરી વાળના તેને દસ ફૂાંક આપ્યા. ફેન્ટાઇને ગૂંથેલું ગરમ ફરાક ખરીદીને થેનારડિયર દંપતીને મોકલ્યું. તેઓ તે જોઈ ગુસ્સે થઈ ગયાં. કારણ, તેમને પૈસા જ જોઈતા હતા. એ ફરાક તો તેમની નાની છોકરીને જ પહેરવા મળ્યું; કેસેટ ટાઢે પૂજતી જ રહી. ફેન્ટાઈન હવે માથે ગોળ ટોપી બાંધવા લાગી, જેથી તેનું બોડું માથું ઢંકાઈ રહે. ફેન્ટાઇનના મનમાં અને શરીરમાં ધીમે ધીમે કાળા ફેરફાર થતા જતા હતા. પોતાને કામ વગરની રખડતી કરી મૂકનાર મેડલીન બાપુને તે સૌથી વધારે ધિક્કારવા લાગી. હવે તેને માત્ર કેસેટ પ્રત્યે જ માયા-મમતા જેવું બાકી રહ્યું હતું; અને પૈસાવાળી થયા બાદ તેને ફરી પોતાની પાસે લાવવાની આશામાં જ તે મોત સામે ઝઝૂમી રહી હતી. તેની ઉધરસ વધતી ચાલી, અને તેને રાતે પરસેવો વળવા માંડ્યો. એક દિવસ તેને થેનારડિયર તરફથી કાગળ મળ્યો કે, કોસેટને મુદતિયો તાવ લાગુ થયો છે, એની મોંઘી દવાઓ અમારાથી લવાય તેમ નથી. એક અઠવાડિયામાં ૪૦ ફાંક નહીં મોકલો તો તમારી દીકરીને મરી ગયેલી જાણજો.” ફેન્ટાઈન ગાંડાની પેઠે ખડખડાટ હસી પડી. “જુઓ તો
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy