________________
માનીકરી
ખરા; મારી પાસે ૪૦ ફ્રાંક માગે છે; હું કયાંથી લાવવાની હતી ?’
33
કાગળ હાથમાં રાખી, તે શેરીમાં દાડી ગઈ. તેને હવે જાતનું ભાન રહ્યું ન હતું. રસ્તામાં એક ટોળું એકઠું થયું હતું. દાંત ખેંચનારો અને દાંતનાં ચોકઠાં બેસાડનારો એક દાક્તર ટોળા આગળ ઊભો રહી રમૂજી ભાષણ આપતો હતો. ફેન્ટાઇન પણ તે ટોળામાં ઊભી ઊભી તેની રમૂજ ઉપર હસવા લાગી. તેને હસતી જોતાં વેંત જ પેલો દાંત ખેંચનારા બોલી ઊઠયો, ‘વાહરે મારી હસતી પરી ! તારે બહુ સુંદર દાંત છે. જો તું મને તારા આગલા બે દાંત વેચવા ઇચ્છે, તો તને દરેકના વીસ ફ઼ાંક આપવા હું તૈયાર છું.’
ફેન્ટાઈન તરત કાનમાં આંગળીઓ ખોસૌ, ત્યાંથી ચાલતી થઈ. બાપરે, મારા આગલા બે દાંત ! વાળ તો ફરી પણ ઊગે; પણ દાંત ! પછી તો હું ડાકણ જેવી જ દેખાઉં. તેના કરતાં પાંચમે માળથી પડતું મૂકવું સારું.'
પણ રાત સુધીમાં તો કાસેટનું દયામણું મોં તેને ગભરાવવા લાગ્યું. તે તરત પેલા દાક્તર પાસે દોડી ગઈ. મોડી રાતે તે પાછી ફરી, ત્યારે તેનું મોં લોહીલુહાણ થઈ ગયું હતું અને તેના ખીસામાં ૪૦ ફ઼ાંક ખખડતા હતા. ‘મારી દીકરીને હવે દવા વગર પેલા તાવથી મરવું નહીં પડે !'
એ પૈસા થેનારડિયરને પહોંચ્યા; પણ કાસેટ માંદી હતી જ કાં?
ફેન્ટાઇને હવે ઓરડી કાઢી નાખી અને માળિયામાં રહેવાનું શરૂ કર્યું. તેની આંખો હવે વિચિત્ર રીતે તગતગવા લાગી. દરેક ઉધરસે તેને ખભાની ડાબી હાંસડીએ દુખાવો થતો. દિવસના તે સત્તર કલાક સીવણકામ કરતી. પણ એવામાં એક ઠેકેદારે કેદખાનાની બધી સ્ત્રી-કેદીઓને સસ્તામાં
લે૦ – ૩