________________
૩૪
લે સિઝરામ્હ
કામે રોકી લીધી. એટલે બહારની મજૂરીનો ૬૨ રોજના નવ સૂ (સવા ત્રણ પૈસા) થઈ ગયો. આખા દિવસના કામના નવ સૂ!
6
લેણદારોના તગાદા હવે વધી ગયા; અને થેનારડિય૨ે પણ ફેન્ટાઈનને આખરી કાગળ લખ્યો કે, પાછલા ચડેલા સૌ ફ઼ાંક તરત જ મને નહીં મળે, તો રાગમાંથી ઊઠેલી કેસેટને હું ઘરમાંથી કાઢી મૂકીશ.'
‘સો ફ઼ાંક !' ફેન્ટાઇને વિચાર્યું. ‘પણ કયા ધંધામાંથી મને દિવસના સો સૂ પણ મળે તેમ છે? ભગવાન જાણે આ લોકો મારી પાસે શું કરાવવા ઇચ્છે છે? ઠીક ! હવે હું મારી પાસે જે બાકી ૨હ્યું છે, તે જ વેચીશ!’
અને એ અભાગણી સ્ત્રી પોતાનું રૂપ વેચવાનો ધંધો કરવા લાગી.
ફેન્ટાઈન
દસ મહિના બાદ, ૧૮૨૩ના જાન્યુઆરીની શરૂઆતમાં લશ્કરી અમલદારોની હોટલ પાસે એક બજારુ સ્ત્રી પોતાના ધંધાના વેંતમાં આંટા મારતી હતી. તે વખતે ગામનો એક તવંગર વંઠેલ જુવાનિયો તેની મશ્કરીઓ કરતો તેને સતાવી રહ્યો હતો. ‘વાહ કૂતરી! શું તારું રૂપ! તારે કેટલા દાંત છે, બોખી !' ઈ.
પેલી બિચારી બરફથી ઢ’કાયેલા રસ્તા ઉપર જેમ તેમ અડબડિયાં ખાતી આંટા મારતી હતી, અને ગામના ઉતાર જેવા પેલા જાણીતા જુવાનિયાની પજવણી સામે જોયું-ન-જોયું કરતી હતી. પણ તેથી તો પેલાને વધારે શૂર ચડવા લાગ્યું. પેલી ક*ઈક ચિડાય કે વકરે એવું કરવા ખાતર, એક વખત તેની પીઠ ફરી કે તરત તેની પાછળ છાનામાના જઈ, પેલાએ