________________
૧ર૪
હૈ મિઝેરાલ
અને કાસેટ એકલી તે બાંકડા ઉપર બેઠેલી હતી. થોડી વાર બાદ તે જરા ઉદ્વેગ સાથે ઊભી થઈ અને બગીચામાં ટહેલવા લાગી. પરંતુ વિચારમાં ન વિચારમાં બાંકડા પાસે તે પાછી આવી, ત્યારે તે બાંકડા ઉપર એક પથ્થર મૂકેલો તેની નજરે પડયો. તે ત્યાંથી ઊઠી હતી ત્યારે એ ન હતો. જરૂર સળિયાની જાળી અને વાડની અંદરથી હાથ ખોસીને તે પથરા કોઈકે એ બાંકડા ઉપર તરતમાં જ મૂકો હોવો જોઈએ. તે એકદમ બીની ઊઠી અને ઘરમાં ચાલી ગઈ.
બીજે દિવસે સવારે તે એ બાંકડા પાસે પાછી ગઈ, તો એ પથ્થર ત્યાં ને ત્યાં પડેલો હતો. પણ સૂર્યના પ્રકાશમાં એ વસ્તુ તેને કાલ સાંજ જેટલી ભયજનક ન લાગી. તેણે તે પથ્થર સહેજ ખસેડી જોયો, તો નીચે એક પરબીડિયું !
એ પરબીડિયું કાઈકે જરૂર તેને માટે જ મૂકેલું હોવું જોઈએ. કારણ કે, તે જ ત્યાં રોજ બેસતી. એ પરબીડિયું કોણે ત્યાં મૂકયું હોય, તે વિષે તેને અચાનક કંઈક આનંદજનક કલ્પના આવી ગઈ. તેણે તેમાંથી કાગળો કાઢી વાંચવા માંડયા.
કોઈનું નામ ન હતું, પરંતુ રાજ રાજ નિર્મળ પ્રેમથી ઊભરાતું પોતાનું હૃદય, કવિતા જેવી ભાષામાં, કોઈ સ્નેહી વ્યક્તિને ઉદ્દેશીને ઠાલવ્યું હોય, એવાં વાકયો તેમાં હતાં. કોર્સટ સમજી ગઈ કે આ બધું કોણે લખ્યું છે!
તે સાંજે પણ જીન વાજિન બહાર ગયો, ત્યારે કોસેટ ફરીથી તે બાંકડા પાસે ગઈ. આજે બાંકડા પાસે જતાં તેનું હૃદય આનંદથી ધબકતું હતું. ‘તે’ જરૂર રોજ ત્યાં આવતા હોવા જોઈએ. આજે પણ તે કદાચ પાસે જ હશે. અંધારું થવા લાગ્યું અને અચાનક કોસેટને લાગ્યું કે તેની બરાબર પાછળ કોઈક ઊભું છે! તેણે પાછળ નજર કરી અને તે ઝટ ઊભી થઈ ગઈ. મેરિયસ જ ત્યાં ઊભો હતો; પણ કેટલો બધો