________________
વળી પાછે જીન વાલજિન સવાર થવા આવી. ફેન્ટાઈને ઊંઘ વગરની અને તાવ ભરેલી રાત જેમ તેમ પસાર કરી હતી. છેક સવાર લગોલગ તે જરા ઊંઘે ભરાઈ. તે તકનો લાભ લઈ, સિપ્લાઇસ તેની દવાનું મિશ્રણ તૈયાર કરવા દવાઓના ઓરડામાં ગઈ, અચાનક તેણે પાછા ફરીને જોયું તો મે. મેડલીન ચૂપકીથી ત્યાં દાખલ થયા હતા અને સામે ઊભા હતા. તેમણે ધીમે અવાજે પૂછયું : ફેન્ટાઇનને કેમ છે?'
સિપ્લાઇસે ટૂંકામાં ગઈ કાલની બધી વાત કહી સંભળાવી. તે કોસેટને હજુ લાવ્યા નથી એમ જાણી, ફેન્ટાઇનનું શું થશે, તેની ચિતા તે બતાવવા જતી હતી, તેવામાં મેં. મેડલીનના માથા તરફ નજર પડતાં તે ચેકીને બૂમ પાડી ઊઠી :
“ભલા ભગવાન! આપને શું થયું છે? આપને બધા વાળ તદ્દન ધોળા થઈ ગયા છે!”
મેં. મેડલીન માત્ર એટલું જ બોલ્યા : “હું ફેન્ટાઈનને જોઈ શકું?’
આપ તેની બાળકીને તેડી મંગાવવાના નથી?'
જરૂર; પણ તેને તેડી લાવતાં હજુ ઓછામાં ઓછા બેત્રણ દિવસ થાય. પરંતુ મારે ફેન્ટાઇનને તો હમણાં જ જોવી જોઈએ; હું કદાચ બહુ ઉતાવળમાં છું.”
સિમલાઇસ એ “કદાચ' શબ્દનો કશો અર્થ સમજી ન શકી.
ફેન્ટાઇન તો નગરપતિને જોતાં જ હસતી હસતી ધીમેથી બોલી – “અને કોસેટ?”