SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નવા ચહેરા, નથી પિછાન જેવું તૈયાર કરતો હતો. તેને માટે જર્મન કે અંગ્રેજી ભાષાના લેખોનો અનુવાદ કરી આપવાનું કામ મેરિયસે કરવાનું હતું. લાંબે વખતે સખત પરિશ્રમ, અતિશય સાદાઈ અને કરકસરથી તે વર્ષે સાતસો ફૂાંક કમાતો થયો. તેનું વાર્ષિક કુલ ખર્ચ ૬૫૦ ફ્રાંકથી વધુ નહોતું. અર્થાત્ વરસે દહાડે ૫૦ ફૂક જેટલો તે તવંગર થતો હતો. જોકે આ “સારી સ્થિતિએ પહોંચતાં તેને વરસો વીત્યાં હતાં : મુશ્કેલી અને તંગીનાં કપરાં વરસો. પણ મેરિયસ એકે પ્રસંગે હિંમત હાર્યો ન હતો અને દેવું કરવા સિવાય બીજું બધું જ કામ તેણે કર્યું હતું. દાદાને ત્યાંથી નીકળી ગયે મેરિયસને ત્રણ વર્ષ થયાં હનાં, અને હવે તેની ઉંમર ૨૦ વર્ષની થઈ હતી. મેરિયસ વકીલ થયો હતો, પણ તે કોર્ટમાં વકીલાત કરવા જવાની ઇચ્છા રાખતો ન હતો. તેને પોતાનું લેખકનું કામ વધુ પસંદ હતું. ૧૮૩૧ના મધ્યભાગમાં તેની ઓરડીનું કામકાજ કરતી ડોસીએ તેને જણાવ્યું કે, તેની પડોશમાં રહેતા જન્ડેટ કુટુંબને મકાનમાંથી હાંકી કાઢવાનું છે. મેરિયસ મોટા ભાગનો સમય ઘરની બહાર જ કાઢતો હોવાથી તેને ખબર પણ ન હતી કે તેને પડોશીઓ હતા. તેણે પૂછ્યું : તેમને શા માટે હાંકી કાઢવાના છે?' “કારણ કે તેમણે ભાડું ભર્યું નથી. બે હપ્તાના થઈને ૨૦ ફૂક ચડી ગયા છે.' • મેરિયસની પાસે ૩૦ ફ્રાંકની બચત હતી. તેણે કહ્યું, ડોસીમા, આ ૨૫ ફૂાંક લો; તેમનું ભાડું ભરી દેજો અને પાંચ ફ્રાંક તેમને ખાધા-ખર્ચ માટે આપજો. તેમને કહેશો નહીં કે કોણે આપ્યા છે.”
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy