SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મેરિયસના પડોશી આ બધા સમય દરમ્યાન મેરિયસના હૃદયમાં તેના પિતાના નામની સાથે બીજું એક નામ પણ કોતરાયેલું રહ્યું હતું — થેનારડિયરનું. રણમેદાનમાં ગોળીઓના વરસાદ વચ્ચે પોતાના બહાદુર પિતાની જદગી બચાવનાર એ માણસની આસપાસ તેણે વિચિત્ર ભાવભક્તિ સરજ્યાં હતાં. મેરિયસે અવારનવાર વખત કાઢીને તથા ખર્ચ કરીને થેનારડિયરને શોધવા આખો પ્રદેશ તળે ઉપર કરી નાખ્યો હતો. છેલ્લા એક વર્ષથી વધુ વખત થયાં, મેરિયસ લક્ષમબર્ગ બગીચાના એક એકાંત વિભાગ તરફ રાજ ફરવા જતો. તે જ વિભાગમાં એક એકાંત જગ્યાએ એક માણસને તથા તેની દીકરીને એક જ બાંકડા ઉપર રાજ આવીને બેઠેલાં તે જોતો. ડોસો અને તેની દીકરી કેાઈની નજર ન પડે તથા કોઈની ઉપર નજર ન કરવી પડે તે રીતે જ વર્તતાં અને મેરિયસ એ બાબતમાં આદર્શ માણસ હતો. તેને આસપાસ નજર કરવાને આંખો જ ન હતી; અને તેમાંય સ્ત્રીઓ તરફ તો તે ભૂલેચૂકે પણ નજર કરતો નહીં. તે એમ માનતો કે તેનાં કગાળ કપડાં અને તેથી પણ વધુ કંગાળ દેખાવ પર જવાન છોકરીઓ તુચ્છકારભરી નજરે જ જુએ છે. જોકે, ખરી વાત એ હતી કે, મેરિયસનો નિર્દોષ છતાં દૃઢ નિશ્ચયી અને ગંભીર છતાં સરળ ચહેરો નજરે પડતાં જ દરેક સ્ત્રીના વૃદયમાં વહાલ અને વાત્સલ્યનો તાર ઝણઝણ્યા વિના રહી શકતો ન નહીં. પેલી છોકરી બાપ સાથે સતત કંઈ ને કંઈ બોલ્યા જ કરતી. જાણે એના અંતરનો અખૂટ આનંદ તેના મીઠા શબ્દો ૯૬
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy