SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ લે મિઝરાઇલ લોકોનું ટોળું ત્યાં જ ઊભું હતું. મને તપાસ કરતાં બધી વાત સમજાઈ છે. તમારે પેલા માણસને જ કેદ પકડવો જોઈતો હતો. આ બાઈનો કશો વાંક ન હતો.” જવટે વિરોધ કરતાં કહ્યું, “એણે અહીં જ મારા દેખતાં મેં. નગરપતિનું પણ અપમાન કર્યું છે.' “એ મારે પોતાને લગતી વાત છે.” સાહેબ હું આપની ક્ષમા માગું છું; પરંતુ એ અપમાન આપનું નથી, પણ ન્યાયની અદાલતનું છે. એ સ્ત્રીએ છે મહિના જેલ જવું જ પડશે.” મેંમેડલીને ધીમેથી પણ મક્કમતાથી જવાબ આપ્યો – એક વખત આ વાત લક્ષ દઈને સાંભળી લો – તે એક દિવસ માટે પણ જેલ જશે નહીં !' જાવટે આ મક્કમ શબ્દો સાંભળતાં જ સ્થિર નજર કરી કંઈક અદબભર્યા અવાજે બોલ્યો – “આ ગુનો શેરીમાં બનેલ હોઈ, મારી હકૂમતનો છે. અને હું આ છોકરીને સજા કરવાનો આના જવાબમાં . મેડલીન પોતાના હાથની અદબ વાળીને એવા કડક અવાજે બોલ્યા કે, તેમનો એવો અવાજ પહેલાં આ શહેરમાં કોઈએ કદી સાંભળ્યો ન હતો : આ બનાવ શહેરની પોલીસને લગતો છે અને ક્રિમિનલ કોડની નવમી, અગિયારમી અને છાસઠમી કલમ અનુસાર એનો ફેંસલો આપવાનું કામ મારું છે. હું હુકમ કરું છું કે, આ બાઈને એકદમ મુક્ત કરવામાં આવે.' જાવટે છેલ્લો પ્રયત્ન કર્યો – “પણ, નગરપતિ સાહેબ –' “જો એક શબ્દ પણ બોલ્યા, તો તમારા ઉપર હું મનસ્વી ગેરકાયદેસર અટકાયત માટે કામ ચલાવીશ.” મને બોલવા દો સાહેબ –'
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy