________________
ફેન્ટાઇન વાતો કરવા માંડી, એટલે આણે તે ઉપરથી મને નોકરીમાંથી જ કાઢી મૂકી. એક બાઈને આમ રોજગાર વગરની રઝળતી કરવી, એ પુરુષ માણસનું લક્ષણ કહેવાય? પછી રોજગાર વગરની થઈ, એટલે જ મારે આ ધંધા કરવા પડયા. મારે મારી નાની દીકરી માટે પૈસા મોકલવા પડતા. બાકી હું મૂળ ખરાબ સ્ત્રી નથી.'
આટલું કહી, તે સિપાઈઓ તરફ ફરીને બોલી, “જુઓ દોસ્તો, જાવટ સાહેબે મને છૂટી કરી છે એટલે હું જાઉં છું. હું હવે આવું તોફાન કદી નહીં કરું. સગૃહસ્થ લોકો જરા હસવા માટે અમારા જેવીને થોડું અડપલું કરે પણ ખરા; એમાં વળી અમારે ચિડાવું શું? સાહેબ, એ તો મારી તબિયત ખરાબ રહેતી હતી, અને તેમાં વળી મારી પાસે એ એક જ સારો રેશમી પોશાક હતો તે બગડ્યો, એટલે મને ગુસ્સો ચડી ગયો.”
આટલું કહી, તે બહાર નીકળવા જતી હતી, તેવામાં જ જાવટે જાણે ઊંઘમાંથી ચોંકી ઊઠયો હોય તેમ વિકરાળ ચહેરો કરી બોલી ઊઠયો, “સાર્જ'ટ, જોતા નથી, પેલી ડાકણ નાસી જાય છે તે? કોણે તમને તેને છૂટી કરવાનું કહ્યું છે?”
“મ.” મેં. મેડલીને જણાવ્યું.
ફેન્ટાઇનની આંખ ફાટી ગઈ. રૂંધાને હેયે તે જાવટે તથા મે. મેડલીન એ બંને જણા તરફ નજર કરવા લાગી.
જાવટે ફીકા મેએ તથા ભૂરા પડી ગયેલા હોઠો સાથે નગરપતિ તરફ જોઈને બોલ્યો :
મેં. નગરપતિ સાહેબ, એ નહીં બની શકે.” શાથી?”
આ તુચ્છ સ્ત્રીએ એક સદ્દગૃહસ્થનું અપમાન કર્યું છે.'
ઇન્સ્પેકટર જાવટે, જુઓ સાંભળો; તમે આ છોકરીને પકડીને લઈ જતા હતા, ત્યારે હું તે તરફ થઈને જતો હતો.