________________
લે મિરાન્ડ તો ચાલ ઉતાવળ કર –' જાવટે એકદમ તોછડાઈથી જવાબ આપ્યો.
ફેન્ટાઇને એ સાંભળી પોતાની આંખ ઉઘાડી. પોલીસ જાવટે નગરપતિને બોચીએથી પકડયા હતા. નગરપતિનું માથું નીચું ઝૂકી ગયું હતું. “નગરપતિ સાહેબ !' ફેન્ટાઈને ચીસ નાખી.
જાવટે તેના બધા દાંત દેખાય એમ હસીને બોલ્યો, “અહીં કોઈ નગરપતિ નથી!
જીન વાલજિને નમ્રતાથી જાવર્ટને કહ્યું, “મને ત્રણ દિવસ આપો; ત્રણ દિવસમાં જઈને હું આ દુખિયારી બાઈનું બાળક લઈ આવું. જે કહેશો તે નુકસાની હું આપને ભરી આપીશ. તથા મરજી હોય, તો આપ મારી સાથે આવી શકો છો. અત્યારે આ બાઈના જીવનમરણનો સવાલ છે, નહીં તો હું આવી વિનંતિ ન કરત.”
અલ્યા, મશ્કરી કરે છે કે શું?” જાવટે બૂમ પાડી. ત્રણ દહાડા, અને તે પણ આ કૂતરીના ભટોળિયાને લઈ આવવા સારુ! વાહ, આ તો અમીર-ઉમરાવો જેવી વાત છે !'
“મારી બાળકીને લઈ આવવા?” ફેન્ટાઈને ચીસ પાડી. તો શું કોસેટ અહીં આવી નથી? નગરપતિ સાહેબ, મને મારી બાળકી લાવી આપો !'
જાવટે જોરથી પોતાનો પગ પછાડ્યો. “તું ચૂપ મરીશ, ડાકણ? આ ખરે સેતાનોનો મુલક છે, જ્યાં વહાણ ઉપરના કેદીઓ મેજિસ્ટ્રેટો થઈને બેસે છે, અને રસ્તે રખડતી રાંડોની ઉમરાવજાદીઓની પેઠે સારવાર થાય છે, પણ હવે એ બધું ઠીક કરી લેવાનો વખત આવી પૂગ્ય છે.” આમ કહી તેણે જીન વાલજિનના બોચી આગળની કૉલરોને જોરથી આમળ્યા.