SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વળી પાછે જીત વાજિત એટલે જ્યારે યોગ્ય લાગે, ત્યારે આપ લોકો મને પકડવાનો હુકમ મોકલીને પકડી શકો છો.' × તે જયારે બારણામાંથી જવા લાગ્યા, ત્યારે દરેક જણ આપોઆપ તેમને જવાનો માર્ગ આપવા લાગી ગયું. અર્રાસથી તે મમાં આવી પહોંચ્યા, ત્યારે છ વાગવા આવ્યા હતા. આવીને તરત જ તેમણે પોતાના બૅંકવાળ । માં. લેફાઇટને કંઈક કાગળ લખી ટપાલમાં નાખ્યો અને પછી સીધા તે સેવાશ્રમમાં આવી પહોંચ્યા. પેલો ન્યાયાધીશ ભલો તથા સમજુ હતો. પણ ચેંપમેથ્યુને છોડી જ મૂકવો પડયો, એટલે સાચા જીન વાલજનને સજા થવી જ જોઈએ, – એ વિચાર તેને આવ્યો. તેણે તરત માં. મેડલીનની શોધ શરૂ કરાવી. તેમને મ૦ તરફ પાછા ફરેલા જાણી, તેણે ઉતાવળે તેમની ધરપકડનો હુકમ લખી નાખ્યો અને ઇંન્સ્પેકટર જાવને પહોંચાડવા ખાસ માણસ દોડાવ્યો. જાવ એ હુકમ મળતાં જ પહેરા ઉપરથી ચાર સિપાઈઓ અને એક જમાદારને સાથે લઈ, માં. મેડલીનને મકાને આવી પહોંચ્યો. ફેન્ટાઇનને એક જ ખ્યાલ આવ્યો કે, જાવ તેને પોતાને કેદ પકડવા આવ્યો છે. તેને લાગ્યું કે, કોસેટને મળ્યા વિના તેને જેલમાં જવું પડશે. તે પોતાનું માં બંને હાથમાં દબાવી દયામણે અવાજે પોકારી ઊઠી, ‘નગરપતિ સાહેબ, મને બચાવો ’ જીન વાજિન ( હવેથી તેનું તે જ નામ વાપરીશું,) ઊભો થઈ ગયો. તેણે ફેન્ટાઇનને શાંત અવાજે કહ્યું, ‘ગભરાઈશ નહીં; એ તારે માટે નથી આવ્યા.' પછી બવ ભણી જોઈને તેમણે કહ્યું, ‘તમારે શું જોઈએ છે, તે હું જાણું છું.' લે૦ – ૪
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy