________________
વળી પાછે છન વાલજિન ફેન્ટાઇન સફાળી ઊભી થઈ. તેણે જીન વાલજિન સામે નજર કરી. જાવટે તરફ નજર કરી. પછી કંઈક બોલવા માં ઉઘાડયું, પણ ગળામાંથી કશો અવાજ ન નીકળ્યો. કશુંક પકડવા તેણે હાથ પહોળા કર્યા, એટલામાં અચાનક તે ઓશીકા તરફ માથું પછડાય તેમ ઢળી પડી. તેની આંખો ફાટેલી ૨હી, અને તેનો જીવાત્મા તેનું દુ:ખી ખોળિયું છોડી, વિદાય થઈ ગયો.
જીન વાલજિને હવે પોતાનો હાથ બોચી તરફ ઊંચો કરી જાવટંનો હાથ ખસેડી નાખ્યો; અને પછી જાવર્ટને કહ્યું, તમે આ બાઈનો જીવ લીધો.”
“ચાલ, હવે રહેવા દે,” જાવટ તપી જઈને બોલ્યો. હું અહીં ગાળો સાંભળવા નથી આવ્યો. નીચે સૈનિકો ઊભા છે; જલદી કર, નહીં તો બેડી પહેરાવવી પડશે.”
ઓરડાના ખૂણામાં એક જૂનો લોઢાનો ખાટલો હચમચી ગયેલી હાલતમાં પડયો હતો. આંખના પલકારામાં જીન વાલજિને તેનો એક સળિયો ખેંચી કાઢયો. પછી એ સળિયો હાથમાં રાખી તે ધીમે ધીમે ફેન્ટાઇનની પથારી પાસે ગયો. ત્યાં જઈને પાછું જોઈ તેણે જાવટને તદ્દન ધીમા અવાજે કહ્યું, અત્યારે મારા કામમાં કશી ખલેલ ન પહોંચાડવાની તમને મારી સલાહ છે.'
જાવટે પણ એ સળિયો અને એ હાથ જોઈ ધ્રૂજી ઊઠયો. તેણે સિપાઈઓને બોલાવવા જવાનો વિચાર કર્યો, પણ તે દરમ્યાન જીન વાલજિન કદાચ નાસી જાય તો? એટલે તે જીન વાલજિન ઉપર આંખ ચોંટાડી રાખી, દડો બરાબર હાથમાં પકડી, બારણા વચ્ચે ઊભો રહ્યો. • જીન વાલજિન પથારી પાસે જઈ, ફેન્ટાઇન સામે નજર રાખી ઘૂંટણિયે પડયો, અને તક્ષણ ધ્યાનસ્થ થઈ ગયો. દુનિયાનું કશું ભાન તેને ન રહ્યું. તેના ચહેરા ઉપર ફક્ત