________________
પર
@ મિઝરાબ્લ
એક પ્રકારની અવર્ણનીય કરુણા છવાઈ રહી. ત્યાર બાદ તેણે ફેન્ટાઈનના કાન પાસે માં લઈ જઈ, ધીમે અવાજે કશું કહ્યું. સિસ્ટર સિમ્પ્લાઇસને તે ક્ષણે એવો આભાસ થયો કે, તે શબ્દો સાંભળી મૃત ફેન્ટાઇનના માં ઉપર જાણે આનંદભર્યું સ્મિત છવાઈ રહ્યું.
ત્યાર બાદ જીન વાજિને ફેન્ટાઈનનું માથું માની પેઠે ઊંચકી ઓશીકા ઉપર બરાબર ગોહવ્યું, અને તેની ફાટેલી આંખો ધીમેથી બંધ કરી. ત્યાર બાદ જાવ તરફ ફરીને તેણે કહ્યું કે, ‘હવે હું તમારી આજ્ઞામાં છું.'
જાવટે જીન વાજિનને શહેરની જેલમાં પૂરી દીધો. આખા શહેરમાં તે સમાચારથી ધમાલ મચી રહી. પણ જ્યારે સૌએ જાણ્યું કે, તે માણસ તો એક વારનો વહાણ ઉપરનો કેદી હતો, ત્યારે દરેક જણે તુચ્છકારપૂર્વક તેની વાત મન ઉપરથી કાઢી નાખી.
આખા શહેરમાં માત્ર બે કે ત્રણ જણ માં. મેડલીનની સ્મૃતિને વફાદારીથી વળગી રહ્યાં. માં. મેડલીનના ઘરની નોકરડી તેમાંની એક હતી. સાંજ પડયે આ ભલી ડોસી પોતાની ઓરડીમાં ચમકેલી હાલતમાં શોકવિષ્ટ થઈને બેઠી હતી. તેવામાં અચાનક બારણું સહેજ ઊઘડયું, અને મોં. મેડલીન દાખલ થયા. ડોસીએ ગળામાં અધે આવેલી ચીસ જોરથી દબાવી દીધી. આપ સાહેબ અહીં કયાંથી ?’
‘હા, હું જેલની બારીનો એક સળિયો ખેંચી કાઢીને અહીં આવ્યો હું ઉપર મોટા ઓરડામાં જાઉં છું. તમે જઈને સિસ્ટર સિમ્પ્લાઇસને બોલાવી લાવો; એ હજુ પેલી બાપડીની પથારી પાસે જ બેઠાં હશે. ’
જીન વાજિને દીવો લઈ, પોતાના ઓરડામાં જઈ, એક ખાનામાંથી બિશપવાળી બે દીવાદાનીઓ કાઢી અને એક જૂના ખમીસના કપડામાં વીંટી લીધી. ત્યાર બાદ, પોતાની