________________
નવા ચહેરા, નવી પિછાન ૧૮૨૭માં મેરિયસે ૧૮માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે એક સાંજે તેના દાદાએ તેને ખબર આપ્યા કે, “કાલે તારે વર્નોન જવાનું છે તારા બાપ અતિશય બીમાર છે અને તને મળવા માગે છે.” એક ગાડી તે દિવસે જ વર્નોન જતી હતી, પણ કોઈએ ખબર ન કાઢી અને મેરિયસ બીજે દિવસે જ વર્નોન જવા નીકળ્યો. સાંજ પડતાં તે વન પહોંચ્યો, ત્યારે સવારના અરસામાં જ મગજના સોજાના તાવથી પટકાયેલો કર્નલ ઘેલછામાં “મારો પુત્ર હજુ ન આવ્યો; હું તેને મળવા જાઉં છું” કહીને પથારીમાંથી કૂદી પડયો હતો અને તરત તેના પ્રાણ નીકળી ગયા હતા. મેરિયસે પહેલી વાર અને છેલ્લી વાર પિતાના પુરુષાતનભર્યા ચહેરા ઉપર નજર કરી; અને પછી તેના દફનનો વિધિ આટોપ્યો.
પથારી આગળથી નોકરડીના હાથમાં એક ચબરકી જેવું કાંઈ આવ્યું, તે તેણે મેરિયસને આપ્યું. કર્નલે પોતાને હાથે તેમાં લખ્યું હતું – “મારા પુત્ર માટે. શહેનશાહ નેપોલિયને મને વૉટલૂના રણમેદાન ઉપર બેરન બનાવ્યો છે. મારું લોહી રેડીને મેળવેલા એ પદને અત્યારનું તંત્ર સ્વીકારતું નથી, પણ હું એ પદ મારા પુત્રને બકું છું. તેણે તે ધારણ કરવું. તે એ પદને લાયક નીવડશે, એવી મને ખાતરી છે.”
તે ચિઠ્ઠીની પાછળ કર્નલે ઉમેર્યું હતું – “વટલૂના એ જ યુદ્ધમેદાનમાં એક સાર્જ ટે મારું જીવન બચાવ્યું હતું. એ માણસનું નામ થનારડિયર હતું. થોડા સમય પહેલાં, મારી જાણ મુજબ, તે પેરીસના કૅલે કે મેટ) પરામાં એક વીશી ચલાવતો હતો. મારો પુત્ર જો તેને મળે, તો તેણે તેને માટે પોતાનાથી બનતું કરી છૂટવું.”
મેરિયસ ૪૮ કલાક વર્નોનમાં રહ્યો. દફનક્રિયા બાદ તે પેરીસ પાછો ફર્યો અને કાયદાશાસ્ત્રના પોતાના અભ્યાસમાં