________________
દાદાને ત્યાં પછાડ ને? તારો દાદો શિયાળનો પણ ગુરુ છે. તે જાણે છે કે, આ બેટમજી આપણા ઉપર જરાય વહાલ રાખતા નથી. તો એ બદમાશ મારા ઉપર થોડુંક વહાલ રાખતો થાય તે માટે મારે શું કરવું? બસ, તારા દાદાને અક્કલ સૂઝી. એ બેટમજી ભલે આપણને ન ચાહે, પણ આપણી કેસેટ તો છે ને! એ બિચારી તો મને દાદા દાદા કહીને એક પળ પણ જીભ મોઢામાં નહીં ઘાલે. બસ આપણે એ કોસેટ પેલા જાનવરને બક્ષિસ આપીશું, એટલે એ બેટમજી આપણને જરૂર ચાહવા લાગશે. એટલે વકીલ સાહેબ, આપના કરતાં આ બુટ્ટાની ખોપરીમાં વધારે ભૂસું ભરેલું છે. જાઓ કેસેટે તમને આપી; હવે?'
આટલું કહી, ડોસા એકદમ ડૂસકે ચડ્યા, અને મેરિયસનું માથું પોતાની છાતીએ દબાવવા લાગ્યા.
મેરિયસ પણ દાદાના અંતરનો આ પ્રેમભાવ જોઈને ગળગળો થઈ ગયો. તે બોલ્યો, “બાપુજી, બાપુજી!'
ડોસાનું ગળું ભરાઈ આવ્યું; મહાપરાણે તે બોલ્યા, “હે, તે મને બાપુજી કહીને બોલાવ્યો? તારા મોંના એ બે શબ્દો સાંભળવા મેં કેટલી રાતો જાગતાં જાગતાં કાઢી છે!'
કોસેટ અને મેરિયસ ભેગાં થયાં. એ પ્રસંગ શબ્દમાં ઉતારવાની અમારી મરજી નથી. કોસેટ મેરિયસની પથારીવાળા
ઓરડામાં દાખલ થઈ, ત્યારે આખું ઘર મેરિયસની પથારીની આસપાસ ખડું હતું. કોસેટની આંખોમાં શું ઊભરાતું હતું? તેના માથાની આસપાસ આ શાનો પ્રકાશ દેખાતો હતો?
. કેસેટની પાછળ એક ધોળા વાળવાળા સદ્ગૃહસ્થ પણ એ ઓરડામાં દાખલ થયા હતા. લે૦– ૧૧