________________
૧૦૧
લે મિઝરાઇલ પાછળ બીજી ઘોડાગાડીમાં દોડી જઈ તેમનું નવું રહેઠાણ જોઈ આવવાનું મન થયું; પણ તેની પાસે ઘોડાગાડીના ભાડાના પૈસા જ ક્યાં હતા? છેલ્લા પાંચ ફ્રાંક તેણે આ પડોશીને જ આપી દીધા હતા.
આમ વિચારમાં અને મુંઝવણમાં તે પડ્યો હતો, તેવામાં ભીંત પાછળથી તેને જોવૅટનો કર્કશ અવાજ સંભળાયો: મને પૂરેપૂરી ખાતરી છે કે, મેં તેને બરાબર ઓળખ્યો છે.
એ ડોસા વિષે જ વાત ચાલે છે એમ જાણી, મેરિયસ ફરી કબાટ ઉપર ચડી પેલા બાકામાંથી જોવા લાગ્યો. એ ડોસા અને તેની દીકરી વિષે માહિતી મેળવવા તો તે આકાશપાતાળ એક કરવા તૈયાર હતો.
જોડેટની સ્ત્રી આભી બની પૂછવા લાગી, “હે ખરી વાત? તમને ખાતરી છે?' .
જોવૅટે કહ્યું, “આઠ વર્ષ પહેલાંની વાત છે; પણ મેં તેને બરાબર ઓળખી કાઢયો છે. એ બદમાશ કોસેટને લઈ ગયો તેમાંથી જ આપણી આ અવદશા શરૂ થઈ છે. અને એ કોસેટડી તો જો, કેવી રાજરાણીની પેઠે ઠઠારો કરીને ફરે છે?' - પેલી ધણિયાણી એથીય વધારે ફૂંફાડો કરતી બોલી,
એ રાંડનું કાળજું તોડીને ચાવી ખાઉં! મારી છોકરીઓ ઉઘાડે પગે અને ફાટેલે કપડે ભીખ માગતી ફરે, અને એ ડાકણ રેશમી કપડાં અને મખમલની હૅટ પહેરે ! એ હેંટ જ બસો ફૂકથી વધુ કિંમતની હશે.”
પેલો હવે ધીમે ધીમે મક્કમતાથી બોલ્યો, “બસ, હું બહુ દહાડા ભૂખે મરતો અને ટાઢે થથરતો માણસ રહ્યો. પણ હવે એ બદમાશ મારા હાથમાં આવ્યો છે. આજે જ હું થોડા ગુંડાઓની સગવડ કરી આવું છું. આજે સાંજે સાડ ફ્રાંક આપવા ને અહીં આવવાનો છે; તે વખતે આપણો પડોશી જુવાન તો જમવા ગયો હશે, અને અગિયાર વાગ્યા