SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મેરિયસને પડોશી વિના તે પાછો ફરતો નથી, મકાનવાળી ડોશી પણ વાસણ માંજવા શહેરમાં ગઈ હશે. બસ તે ઘડીએ જ બરાબર લાગ છે. એ ડોસાને નિચોવી આજે લખપતિ ન થાઉં, તો કાલથી મને ગધેડો કહેજે!” જોવૅટે ત્યાર બાદ ધણિયાણીને બે ફ્રાંક આપ્યા અને કહ્યું, “કોલસાની વખારમાંથી કોલસા ખરીદી લાવી સગડી બરાબર ધિકાવી ધણિયાણીએ થોડાક પૈસા ખાવાનું લાવવા માગ્યા, ત્યારે તેણે કહ્યું, “નહીં, નહીં, આજે તો મારે હજુ ઘણી ઘણી ચીજો લાવવી પડશે. એક તો મોટી ફરસી લાવવી છે. તેને તપાવીને લાલચોળ કરીને તેના વડે જ તિજોરીની પેઠે પેલાને કોચી કોચીને બધા પૈસા કઢાવવા છે. આજે જરા ધાનની ભૂખ વેઠ, કાલથી તો તું સોનું જ જમતી હોઈશ, સોનું!' મેરિયસને હવે થનારડિયરની યોજનાની કંઈક સમજ પડવા લાગી. કુ. લેનોઇને જ એ કેસેટ નામે કહે છે, એ પણ તેને સમજાયું. એ લોકોનું પેલા વૃદ્ધ સદ્ગૃહસ્થ કોસેટના સંબંધમાં શું નુકસાન કર્યું હતું, તે એને બરાબર ન સમજાયું; પણ આજે આ લોકો કેટલાક જાણીતા ભાડૂતી ગુંડાઓની મદદથી અને તપાવેલી ફરસીના ત્રાસથી તેની પાસે પૈસા પડાવવા જાનને જોખમે પ્રયાસ કરવાના, એની તેને ખાતરી થઈ ગઈ.
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy