________________
૧૫.
મેરિયસ પગલાં ભરે છે પોતે જેને અંતરથી પ્રેમ કરતો હતો, તે કોસેટને તથા તેના પિતાને જાનના જોખમમાંથી બચાવવાની તક પોતાને મળી, તેથી મેરિયસ એકદમ ઉત્સાહમાં આવી ગયો. પણ તેમને આ જોખમમાંથી બચાવવાં શી રીતે, તેની તેને સમજ પડતી ન હતી.
તે બાપ-દીકરીના સરનામાની તેને ખબર ન હતી, એટલે તેમને તે ચેતવે શી રીતે? પોતે બહાર રસ્તા ઉપર ઊભો રહી, મેં. લેબ્લાન્કને મકાનમાં જતા રોકવા જાય, તો જન્ડેટ અને તેના મળતિયા તેને જોઈ જાય અને પહેલો તેને જ પૂરો કરે!
એક વાગી ચૂક્યો હતો. અને એ કારમો બનાવ બનવા વચ્ચે હવે પાંચ જ કલાક બાકી હતા.
તરત તે પાસેના પોલીસથાણા તરફ દોડયો. વડા સાહેબ હાજર નહોતા; તેમના વતી ઇન્સ્પેકટર ત્યાં બેઠો હતો. મેરિયસે તેની પાસે જઈ, આખા કાવતરાની વાત તેને કહી, અને પૂરેપૂરું સરનામું બતાવ્યું.
ઇન્સ્પેકટર બહુ થોડું બોલનાર માણસ હતો. તેણે કહ્યું, એ મકાનને હું બરાબર જાણું છું. ત્યાં રહેનારા બધા ભાડવાતો રાતે અંદર દાખલ થવા માટે દાદરના બારણાના ઉલાળાની પોતપોતાની જુદી ચાવી રાખે છે, તમારી ચાવી મને આપી દો.”
મેરિયસે ચાવી આપી. જવાબમાં પેલાએ પોતાનાં બે જંગી ખિસ્સામાંથી બે નાની પિસ્તોલો કાઢીને મેરિયસને આપી અને કહ્યું, “આ દરેકમાં બબ્બે કારતૂસ છે. તમે અબઘડી
૧૦: