________________
૧૦૯
મેરિયસ પગલાં ભરે છે છાનામાના તમારી ઓરડીમાં જઈને સંતાઈ જાઓ. તે લોકોને એમ જ લાગવું જોઈએ કે, તમે બહાર જ ચાલ્યા ગયેલા છો. તમારે તમારી ઓરડીના બાકામાંથી જોયા કરવું. એ માણસોને તેમના કામમાં થોડા આગળ વધવા દેજો. પછી જ્યારે તમને લાગે કે છેવટની અણી આવી ગઈ છે, ત્યારે આમાંની એક પિસ્તોલ છત તરફ ફેડજો. એ નિશાની થતાં, બાકીનું બધું હું બરાબર સંભાળી લઈશ. તમે વકીલ છો એટલે આવી બાબતમાં છેવટની અણી કઈ કહેવાય, તે બરાબર સમજી શકશો. દરમ્યાન મારી કંઈ જરૂર પડે, તો અહીં આવજો. અથવા મને ખબર કહેવડાવજો. મારું નામ ઇન્સ્પેક્ટર જાવટે છે.”
મેરિયસ ઘર ભણી આવવા નીકળ્યો, ત્યારે રસ્તામાં તેણે જોન્વેન્ટને એક દુકાનમાંથી ધોળા લાકડાના હાથાવાળી એક મોટી ફરસી લઈને નીકળતો જોયો. મેરિયસ એકદમ થોભી ગયો. જોડ્રેટ બીજી તરફ ચાલ્યો ગયો, પછી તે મકાન તરફ આવ્યો; અને અંગૂઠા ઉપર ચાલતો હોય તેમ દાદર ઉપર ચડ્યો. ભાડે આપવાની ખાલી કોટડીઓના બારણા પાસે થઈને પસાર થતી વખતે મેરિયસે જોયું કે, એક કેટડીમાં બારી નીચે ચારેક માથાં છુપાઈને ગોઠવાયેલાં છે.
મેરિયસ સામાન્ય રીતે બહાર જતી વખતે પોતાની ઓરડીના બારણાની ચાવી બારણામાં જ રહેવા દેતો. મકાનવાળી ડોસી તેને વારંવાર કહેતી કે, “તમારો ઓરડો લૂંટાઈ જશે !' મેરિયસ હસીને જવાબ આપતો, “મારા ઓરડામાંથી મારી દરિદ્રતા સિવાય બીજું શું લૂંટી જવાનું છે?' આજે પણ મેરિયસ બારણાની ચાવી બારણામાં રાખીને જ અંદર પેસી ગયો, જેથી તે હજુ બહારથી આવ્યો જ નથી, એમ રોજ જોનારને લાગે.
જોન્ડેટ વખતસર ઘરમાં આવી ગયો. પત્નીને ફરસી અંગારામાં મૂકવા તેણે કહ્યું, તે મેરિયસે સાંભળ્યું, પછી છ