________________
લે મિઝરાક્ષ ખબર ન હતી. તે માબાપ વિનાની – અનાથ હતી. તેને મારી ઓથની જરૂર હતી. અને એ રીતે મારે અને તેને સંબંધ થયો. કોસેટના જે પૈસા છે, તે મારા હાથમાં સોંપાયેલી થાપણ છે. તે થાપણ મારા હાથમાં શી રીતે આવી, તેની પંચાતમાં પડવાની જરૂર નથી; પણ તે થાપણ તેને હું પાછી સેપી દઉં છું. મારું ખરું નામ જીન વાલજન છે, એટલે હું કહી દઉં, એટલે મારે કહેવાનું બધું પૂરું થાય છે.' ' મેરિયસ જવાબમાં એટલું જ બોલ્યો : “પણ આ બધું મને કહેવાની જરૂર શી છે? એ કહેવાની તમને કોઈએ ફરજ પણ પાડી નથી. તમારી આ ગુપ્ત વાત તમે દબાવી રાખી હોત, તો શો વાંધો હતો? તમારો કોઈએ પીછો પકડયો નથી કે તમને જ્યાં હો ત્યાંથી હાજર થવા સરકારી જાહેરાત પણ થઈ નથી. તો પછી, તમે આ બધું જે કહ્યું તેની પાછળ તમારો કઈ જુદો હેતુ હોવી જોઈએ; એ હેતુ શો છે?' આ હેતુ? એ હેતુ બીજો કશો નથી; અને જે છે તે મારી જાતને લગતો છે. શ્રીમતી પોન્ટમસ માટે જ્યાં સુધી મારે આ જૂઠાણું ચલાવવાની જરૂર હતી, ત્યાં સુધી મેં તે ચલાવ્યું. પણ તે હવે પરણી ગઈ. હવે હું વધુ વખત તે જૂઠાણું ચલાવ્યા કરું, તો તે મને તેની સાથે રહેવાનું મળે તેટલા માટે, એટલે કે મારા સ્વાર્થ માટે કર્યું કહેવાય. તમે મને પૂછ્યું કે, આ બધું કહી દેવાની ફરજ મને કોણ પાડે છે? મારે પોતાનો અંતરાત્મા જ મને એ ફરજ પાડે છે. શ્રીમતી પોન્ટમર્સીને હું અત્યંત ચાહું છું, તેથી જ તેને છેતરવાની હિંમત હું નથી કરી શકતો. પહેલાં જીવવા માટે મેં એક રેટી ચોરી હતી, પણ હવે હું જીવવા માટે એક નમ ચોરવા નથી માગતો.”
: “જીવવા માટે?” મેરિયસે પૂછયું,