________________
દાદાને ત્યાં
૧૩૩
પાંચસોં ફ઼ાંક તેણે પોતાની પાસે અલગ રાખ્યા હતા. કુલ રકમ છ લાખની જ હતી, જે કાંઈ ઓછા થયા, તે આ દરમ્યાન થયેલા ખર્ચના હતા.
લગ્ન બાદ મેરિયર્સ અને કેસેટે દાદા જીલેનોર્માંડને ઘેર જ રહેવું એવું નક્કી થયું. દાદાએ મેરિયસની વકીલની ઑફિસ માટે એક ઓરડો ખાસ સાવવા માંડયો.
રોજ કેસેટ માં. ફોશલવે સાથે આવતી. મેરિયસની સ્થિતિ હજુ બહુ રખડારખંડ કરાય તેવી ન હોવાથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી. મેરિયસ સાથે ફોશલનેં ખાસ વાતચીત કરતા નહીં.
મેરિયસને કાણ જાણે તેમના માં સામું જોઈને મોરચા વખતે જાવ ને મારવા લઈ જનાર એક માણસનું માં યાદ આવતું હતું, જે બરાબર આમના જેવું જ હતું. મોરચા ઉપર તો તેણે એમને સેટના બાપ માનીને જ કહ્યું હતું કે, ‘હું એમને ઓળખું છું.' એક દિવસ તેણે આડકતરી રીતે મોરચાની શેરીની વાત કાઢીને તેમને પૂછ્યું, ‘તમે એ શેરી કદી જોઈ છે?’
ફોશલર્વોએ તરત જવાબ આપ્યો, ‘ના, એ શેરીનું નામ પણ મારી જાણમાં નથી.'
આ જવાબથી મેરિયસના મનમાંનો ખ્યાલ દૂર થઈ ગયો. લગ્નનો દિવસ નજીક આવતો ગયો, તેમ તેમ મેરિયસને બે વ્યક્તિઓ યાદ આવવા લાગી : પોતાના પિતાને વૉટલૂ માંથી બચાવનાર થેનારડિયર, અને પોતાને મૂર્છિત દશામાં મોરચા ઉપરથી ઉપાડી લાવીને દાદાને ઘેર મૂકી જનાર અશાત માણસ. તેને મનમાં રહ્યા જ કરતું કે આ બે જણ પ્રત્યેનું ઋણ ગમે તેમ કરી ઝટ પતવવું જ જોઈએ.