SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ લે મિઝરાઇલ સ્થિર રહેવાની કળા સંપાદન કરી હતી. પણ કોર્સટનું શું? દોરડું હોય તો કદાચ કંઈક રસ્તો નીકળે. પણ આટલી મધરાતે અને ઘેરાયેલી સ્થિતિમાં આખું રાજ્ય આપી દેતાં પણ દોરડું ક્યાંથી મળે? જીન વાલજિનના માથામાં તણખા ઊડવા લાગ્યા. તે ચારે તરફ વિકરાળ ફાટેલી આંખોએ જોવા લાગ્યો. અચાનક તેની નજર દીવાના થાંભલા ઉપર પડી, તે દિવસોમાં દોરડા વડે બત્તીને ઊંચી ટીંગાવવામાં આવતી અને બાજુના થાંભલા સાથે જડેલી લોખંડની પેટીમાં તે દોરડાને વીંટવા-ઉકેલવાની ગરગડી રહેતી. ચાંદની રાત હોવાથી આજે બત્તી બંધ હતી. જીન વાલજિન તરત તે તરફ ગયો, અને છરીના અણિયાથી પેટીનું તાળું ખોલી નાખી થોડી વારમાં દોરડા સાથે કેસેટ પાસે આવ્યો. પોતાનો ડગલો કાઢી તેણે કોસેટની બગલો નીચે વીંટયો અને તેના દોરડા ઉપર દોરડાનો એક છેડો બાંધી લીધો. ત્યાર બાદ દોરડાનો બીજો છેડો દાંતમાં દબાવી, તે જાણે ભીંતમાં જડેલા ખીલા ઉપર ચડતો હોય તેમ ગંઢાના ખૂણાની બાજુઓએ કૂણીઓ ટેકવતો ઉપર ચડી ગયો. ઉપર ચડયા બાદ કેસેટને તેણે ખેંચી લીધી. તે ઉપર આવી એટલે તેને પીઠ ઉપર વળગાડી, તે વંઢા ઉપર ઘૂંટણિયે સરકવા લાગ્યો. થોડે દૂર એક છાપરાનો છેડો વંઢાને લાગેલો હતો અને તેનો બીજો ઢાળ બાગમાં જમીન નજીક ઢળનો હતો. જીન વાલજિન તે ઢાળ ઉપર સરકતો સરકતો જમીન ઉપર પહોંચી ગયો.
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy