________________
પીન મઠ નીચે પહોંચી ન વાલજન એ છાપરા નીચેનું ખંડેર જોઈ વળ્યો. કેઈ માણસનો વસવાટ ત્યાં ન હતો. એક મોટા બગીચાના ખૂણા ઉપર એ બાંધકામ જીર્ણ અવસ્થામાં પડેલું હતું. બાગનો છેડો જ્યાં દૂર અંધારામાં અલોપ થતો હતો,
ત્યાં કિનારી ઉપર કેટલાંક મકાનોના ઓળા દેખાતા હતા. કેસેટને લઈ, કેટલીય વાર સુધી, જીન વાલજન એ ખંડેરના અંધારામાં જ ભરાઈ રહ્યો.
પણ કોસેટ ટાઢથી ધ્રૂજતી હતી. એટલે જીન વાલજિને તેને પોતાનો કોટ ઉતારી ઓઢાડી દીધો; અને પોતે તેને બેસવાનું કહી, બહાર તપાસ કરવા નીકળ્યો. બગીચામાં ક્યાંકથી ઘૂઘરો ટશકતો હોય એવો અવાજ સંભળાતો હતો. દૂર નજર કરીને જોયું તો માણસ જેવું કોઈ પ્રાણી તરબૂચના ક્યારામાં એક પગે ખોડંગતું હોય તેમ ફરતું હતું. આ માણસ અંધારામાં પોતાને જોઈ એકદમ બૂમ પાડી ઊઠે, અને રસ્તા ઉપર જાવટે પહેરો તો મૂક્યો જ હોય, એમ માની તે તરત ખંડેરમાં પાછો ફરી ગયો. પણ કોસેટના હાથ ઉપર હાથ ફેરવવા જતાં જ તે ફરીથી ચમકયો – કોસેટનો હાથ બરફ જેવો ઠંડો પડી ગયો હતો. જીન વાલજિને ગભરાઈને તેને બોલાવી તથા ઢંઢોળી, પણ તે બોલી નહીં.
અરે મરી ગઈ કે શું?' એવો વિચાર આવતાં જ તે પગથી માથા સુધી ધ્રૂજતો જતો ઊભો થઈ ગયો. આવી ઠંડી રાતે ખુલ્લામાં સૂવાથી નાની બાળકી મરી જાય તેમાં