________________
૧૯
હું મિશન
શરૂ કર્યુ” : ‘થૈનારડિયર, હું ધણું ધણુ' જાણું છું એ તો તે જોઈ લીધું. જીન વાલજન ડાકુ અને ખૂની છે એમ તેં કહ્યું. તે ડાકુ છે, કારણ કે તેણે માં. મેડલીન નામના એક ધનવાન ઉદ્યોગપતિની તમામ મિલકત લૂંટી લીધી હતી અને તેને પાયમાલ કરી નાખ્યો હતો. અને એ ખૂની છે, કારણ કે તેણે ઈન્સ્પેકટર જાવનું ખૂન કર્યું" હતું.'
‘હું આપનું કહેવું સમજ્યો નહીં, બૅરન સાહેબ.' થેનારડિયરે કહ્યું.
‘જો હું વિગતે સમજણ પાડું. ૧૮૨૨ના અરસામાં કેલે તરફ એક માણસ રહેતો હતો જે સત્તાવાળાઓ સાથે કંઈક અથડામણમાં આવ્યો હતો. પછી તે મોંશ્યોર મેડલીનનું નામ ધારણ કરીને બીજી જગાએ ગયો અને ત્યાં તેણે પોતાની મહેનત, પ્રમાણિકતા અને આવડતથી એક આખા ગામની સંપત્તિ ઊભી કરી. તેણે ખાનગી મિલકત પણ ઊભી કરી; પરંતુ તેણે દવાખાનાં, શાળાઓ અને સેવાશ્રર્મો પણ સ્થાપ્યાં. તે આખા ગામનો પિતા બની રહ્યો. પણ એ અરસામાં જેલમાંથી છૂટેલો એક જીન વાજિન નામનો એક કેદી કે જે આ માણસને પહેલાં થયેલી સજાની વાત જાણતો હતો, તેણે તેને પકડાવી દીધો; અને તેના પકડાયાનો લાભ લઈ તે પેરીસ આવ્યો અને લેફાઇટ-બેંકમાંથી પાંચ-છ લાખ ટુંકની ૨કમ મેડલીનની ખોટી સહી કરીને ઉપાડી ગયો. એ આખી વાત મને લેફાઇટ-બેકના કેશિયરે પોતે જ કહી છે. અને ખૂનની વાત તો હું પોતે જેટલી જાણું છું, તેટલી તું કદી જાણી ન શકે. જીન વાલજિને ઇન્સ્પેકટર જાવ નું પિસ્તોલ વડે ખૂન કર્યું” હતું, તે વખતે હું હાજર હતો.'
થેનારડિય૨ હવે સમજી ગયો કે મેરિયસ ભારે ગોટાળામાં પડેલો છે. એટલે હવે તેણે વિજેતાની ઢબે કહ્યું, ‘બધાં ગપ્પાં !’