________________
છે મિઝેરાલ્ડ અને એક ભારે પેટી હતી. તેનું બાળક ખરેખર જોવા લાયક હતું. તે બે કે ત્રણ વર્ષની મધુર ચહેરાવાળી બાળકી હતી. તે નિરાંતે ઊંઘતી હતી.
જંગલીમાં જંગલી પ્રાણી પણ તેના બચ્ચાને કોઈ પંપાળે તો નરમ થઈ જાય છે. થેનારડિયર બાનુએ માથું ઊંચું કરી આભાર માન્યો, અને વીશીના બારણા પાસેની પાટલી ઉપર તેને બેસવા કહ્યું, બંને સ્ત્રીઓ થોડી વારમાં વાતોએ વળગી.
- “મારું નામ થનારડિયર બાનુ છે; અમે આ વીશી ચલાવીએ છીએ.”
આગંતુક બાઈએ પણ પોતાની વાત જરા ફેરફાર સાથે કહી સંભળાવી. પોતે મજૂરણ બાઈ છે; પતિ ગુજરી ગયો છે; પેરીસમાં કામકાજ ન મળવાથી પોતાના વતન તરફ પાછી જાય છે, આજે સવારે જ પગે ચાલતાં પેરીસ છોડવું છે; બાળકી પણ થોડું થોડું ચાલવા લાગે છે, પરંતુ નાની હોવાથી પાકી જાય છે, અને હમણાં તો ઊંધી જ ગઈ છે. એટલું કહી, તેણે પોતાની વહાલી બાળકીને આંખો ઉપર ચુંબન કર્યું. તે તરત જાગી ઊઠી. પેલા બાળકોને હીંચતાં જોઈ તે તેમના તરફ આનંદથી દોડી ગઈ. ત્રણે બાળકો આનંદથી કિલ્લોલ કરતાં રમવા લાગ્યાં.
“તમારી ચેલાનું નામ શું, બાઈ?' કેટ; હમણાં જ ત્રીજમાં પેઠી.”
બરાબર મારી મોટીના જેટલી જ. જુઓને, છોકરાંને હળી જતાં વાર લાગે છે? બીજું કોઈ તો ત્રણેને સગી બહેનો જ ધારી લે !'
બસ જાણે આ શબ્દની જ ફેન્ટાઈન રાહ જોઈ રહી હતી. તેણે તરત એ બોલનારીનો હાથ પકડી લીધો. તેના મે