________________
મેરિયસ પગલાં ભરે છે લાકડાના ગોળવા બાંધેલી દોરડાની નિસરણી હતી. દોરડાને બે છેડે ભરવવા માટે લોઢાના બે મોટા આંકડા બાંધેલા હતા. બીજો પણ લોઢાનાં ઓજારોનો ઢગલો નવો ખડકેલો હતો.
છને ટકોરે મેં. લેબ્લાન્ક ઓરડામાં દાખલ થયા. તેમણે ૮૦ ફૂાંક ટેબલ ઉપર મૂક્યા અને કહ્યું, “આ તમારા ભાડા માટે તથા બીજી તાત્કાલિક જરૂરિયાત મટે છે. હવે વધુ કેટલા જાઈએ તે માટે આપણે વિચાર કરીએ.'
પણ એ વિચાર શરૂ થાય તે પહેલાં એક પછી એક ચાર માણસો મેશથી મોં રંગીને અંદર આવ્યા અને એક બાજુ ગોઠવાયા. જોન્ટેટે હસીને કહ્યું, “તેઓ મિત્રો છે, અને નજીકમાં રહે છે, કેલસામાં કામ કરવાનું, એટલે તેઓ કાળા છે.’
પણ એટલામાં તો બીજા ત્રણ માણસો કાળા કાગળના બુરખાઓ પહેરી અંદર દાખલ થયા. તેમના હાથમાં લોઢાની મોગરી, ત્રિકમ અને કુહાડી જેવાં હથિયારો હતાં.
જોવૅટે હવે પોત પ્રકાશ્ય. તે સીધો મેં લેબ્લાન્ક તરફ ધસ્યો અને ત્રાડ નાખીને બોલ્યો, “તે હજી મને ઓળખ્યો કે નહીં? મારું નામ શેનારડિયર, હું મોંટનો વીશીવાળો! હવે મને ઓળખ્યો?'
મેરિયસે તેની ઓરડીમાં રહીને આ સાંભળ્યું, તેની સાથે તેના માથા ઉપર વીજળી તૂટી પડ્યા જેવું થઈ ગયું. પિસ્તોલનો ઘોડો દબાવવા જતો તેનો જમણો હાથ ધીરે ધીરે નીચે નમી ગયો. જે નામ તેણે વર્ષો સુધી રહ્યા કરીને હૃદય ઉપર પોતાના પિતાના વીલ સાથે ધારણ કરી રાખ્યું હતું, તે નામ ધારણ કરનાર માણસ મળ્યો ત્યારે તે કણ નીકળ્યો? એક ડાકુ, બદમાશ, રાક્ષસ! એક નાગરિક તરીકે તેણે એને એક કારમું કૃત્ય કરતો રોકીને પોલીસના હાથમાં જ સોંપવો જોઈએ. પણ એ માણસ માટે જ બનતું બધું કરી છૂટવાનો વારસો