SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ લે મિરાલ્ડ નથી લાગ. કદાચ તને વધુ રકમ મળી હશે, જે તે ઉપર જ રહેવા દીધી હશે. ઠીક, મારે આટલા બસ છે.” આમ કહી તેણે મેરિયસનાં ખિસ્સાં ફફેસી જોયાં અને પછી જીન વાલજિન જાણે નહીં તેમ મેરિયસના ડગલામાંથી એક પટ્ટી કડી લીધી. એ પટ્ટીને આધારે કદાચ એ કોણ હતો તેની તથા તેના ખૂનીની ખબર મેળવી કંઈક વધુ પૈસા ભવિષ્યમાં ઉપજાવી શકાય! એ સિવાય થનારડિયરથી બીજું થઈ પણ શું શકે તેમ હતું? પોતાના કરતાં જબરા દેખાતા જીન વાલજિન આગળ એકલાથી બીજું કશું જોર અજમાવાય તેમ તો હતું નહીં; તથા જીન વાલજન એક પૈસો પણ આપ્યા વિના માત્ર તેનું ગળું દાબીને જ તેની ચાવી ઝૂંટવી લે, તો પણ તેનાથી શું થાય? વળી બહાર જાવટ બેઠેલો હતો. તે થોડા વખતમાં આ તરફ વધુ તપાસ શરૂ કર્યા વિના રહે નહીં. એટલે જાવટના હાથમાં આવો બીજો ખૂની મડદા સાથે પહોંચી જાય, તો તેટલી પોતાની પણ સુરક્ષિતતા ખરી ને? એટલે તેણે તરત ચાવી વડે જાળી ઉઘાડી; અને જીન વાલજનને મડદા સાથે બહાર કાઢી, પોતે તાળું વાસી, પાછો સુરંગમાં અંદર ચાલ્યો ગયો. જીન વાલજને બહાર નીકળી મેરિયસને પાણી પાસે સુવાક્યો અને તેના મોંમાં ચાંગળું ભરીને પાણી રેડવું. ફરી તે ચાંગળું ભરીને મેરિયસ તરફ ફરવા જતો હતો, તેટલામાં તેને ખભે એક હથોડા જેવો હાથ પડ્યો. જીન વાલજને હાથ મૂકનારને ઓળખ્યો. જાવટને જીન વાલજને મોરચા બહાર જીવતો જવા દીધો, ત્યાર પછી તે પોતાના ઉપરી અધિકારી પાસે જઈ બધો અહેવાલ આપી આવ્યો હતો. ત્યાર બાદ તે અધિકારીએ, સીન નદીના જમણા કિનારા ઉપર કેટલાક ગુનેગારોનો અડ્ડો
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy