________________
७२
લે મિરાન્ડ જતાં જ પ્રકાશનું કિરણ તેના ઉપર પડ્યું; એટલે જીન વાલજિન જાવટની પીઠ બરાબર ઓળખી શક્યો ! “
સાંજ પડી ત્યારે જીન વાલજિન નીચે ઊતર્યો અને રસ્તા ઉપર દૂર સુધી નજર કરી આવ્યો. કોઈ નજરે ન પડયું
એટલે તે તરત કોસેટ પાસે ગયો અને બોલ્યો, “બેટા, જલદી ચાલ જોઇએ.'
તે બંને હતભાગીઓની પાછળ જતા પહેલાં આપણે વાર્તામાં થોડીક પાછળ નજર કરી લઈએ. મ0ની જેલમાંથી નાસી છૂટેલા જીન વાલજિનની શોધ કરવાની થતાં, તે પેરીસમાં જ છુપાઈ શકે એમ માની, જાવટની બદલી પેરીસમાં કરવામાં આવી હતી. તે વખતે જીન વાલજિનને પકડી આપવામાં તેણે જે ખંત અને હોશિયારી દાખવ્યાં હતાં, તેથી ખુશ થઈ, પોલીસવડાએ તેને કાયમ માટે પેરીસ ખાતે જ રાખી લીધો હતો.
જીન વાલજિનની વાત ધીમે ધીમે જાવટંના મનમાંથી વિસારે પડવા આવી હતી. તેવામાં અચાનક એક દિવસે ૧૮૨૩ના ડિસેમ્બરના અરસાનું છાપું જોતાં તેના વાંચવામાં આવ્યું કે, જીન વાલજિન દરિયામાં લપસી પડવાથી ડૂબી મૂઓ. તે બાજુની તો હવે નિરાંત થઈ, એમ માની જાવટે તપકીરનો તડાકો આરામથી ખેંચ્યો.
થોડા દિવસ બાદ પેરીસના પોલીસખાતાને જિલ્લાના ખાતા તરફથી એક બાળકીનું મેંટમાંથી વિચિત્ર સંજોગોમાં અપહરણ થયાના સમાચાર મળ્યા. એ શહેરના એક વીશીવાળાને ત્યાં ફેન્ટાઇન નામની એક સ્ત્રી કોસેટ નામની પોતાની બાળકી મૂકી ગઈ હતી. તે બાળકીને કોઈ અજાણ્યો શખસ આવીને તાજેતરમાં ઉઠાવી ગયો હતો. જાવટના હાથમાં એ અહેવાલ આવતાં તે તરત ચેકી ઊઠ્યો. જીન વાલજને પકડાતી વખતે ફેન્ટાઇનની બાળકીને છોડાવી લાવવા જ ત્રણ દિવસની