________________
પિરસમાં વસવાટ મુદત માગી હતી ! વળી બીજી વાર જીન વાલજિન પેરીસમાં પકડાયો, ત્યારે તે મેટ૦ જની ટપાલગાડીમાં જ બેસવા જતો હતો! મટ૮માં એને શું કામ હોઈ શકે ? હવે જાવટને સમજાયું કે પેલી ફેન્ટાઇનની છોકરી ત્યાં હતી! પણ જીન વાલજિન તો ડૂબીને મરી ગયો હતો એમ કહેવાય છે, તેનું શું? જાવટે થનારડિયરને ત્યાં વધુ તપાસ કરી. થેનારડિયર સમજી ગયો કે, પોલીસની તપાસનું લફરું વળગશે, તો પોતાની બીજી પણ ઘણી બાબતો ઉઘાડી થશે. એટલે તેણે એવું જ કહેવા માંડયું કે, એ છોકરીને લઈ જનાર માણસ તેનો દાદો જ હતો, એવું પછીથી તેને માલૂમ પડયું છે!
આમ બધી વાત જાવટના મનમાંથી સરી જવા લાગી હતી, તેવામાં માર્ચ ૧૮૨૪ના અરસામાં પેરીસના અમુક લત્તામાં દાન કરતો એક ભિખારી રહેતો હોવાની વાત તેના સાંભળવામાં આવી. તેની સાથે એક સાતઆઠ વરસની છોકરી રહેતી હતી. તે લોકો મેટ૦થી અહીં રહેવા આવ્યાં હતાં, એટલું એ ઘર ભાડે આપનારી ડોસી જાણતી હતી. ફરી પાછું મેટ! જાવટના કાન ખડા થઈ ગયા.
જેને પેલો માણસ અવારનવાર દાન આપતો, તે ઘરડો ભિખારી પહેલાં પોલીસખાતાનો માણસ હતો. જાવટે એક દિવસ તેની જગાએ તેનાં કપડાં પહેરીને બેઠો. જાવટને પેલાનું મે જોઈ આભાસ થયો ખરે કે, એ જીન વાલજિન જ હતો. પછી જાવટે એ મકાનમાં એક ઓરડો ભાડે લઈ, વધુ ખાતરી કરવા પ્રયત્ન કર્યો. પણ પહેલી રાતે જીન વાલજિન ચેતી ગયો હોવાથી જાવર્ટને ફાવ્યું નહીં. પછી બીજે દિવસે તો જીન વાલજિન કોસેટ સાથે ઘર છોડીને જ નાઠો.
જાવટ બે માણસો સાથે ઝાડ પાછળ સંતાઈને તૈયાર ઊભો હતો. તેણે જીન વાલજિનને ભાગતો જોઈને તરત જ ગિરફતાર ન કરી લીધો, તેનું કારણ હતું, એ જીન વાલજિન