________________
મોર પડશે
૧૪૩ દરમ્યાન મોરચા સામે તોપ ગોઠવાઈ ગઈ હતી, અને પહેલો ગોળો ફૂટવાની સેકડો ગણાવી હતી. એવામાં કેટલાક સૈનિકો મોરચાની અંદરની સ્થિતિ જોવા માટે બાજુનાં ઘરો ઉપર ચડ્યા. પણ જીન વાલજન, કે જેણે કોઈ માણસને મારવા પોતાની બંદૂક અત્યાર સુધી વાપરી ન હતી. તેણે એક પછી એક ત્રણ બાર કરીને ત્રણ સૈનિકોના ટોપા ઉડાવી દીધા. એ જોઈ બધા સૈનિકો એકદમ નીચે ઊતરી ગયા. નાયક જીન વાલજિનની કામગીરીથી ખુશ થઈ ગયો. પણ એટલી ટીકા તેણે કરી કે, “ભલા માણસ તું જરા નીચેથી ખોપરી ઉપર નિશાન લેત, તો કેવું સારું થાત?'
તોપે પોતાનું ખતરનાક કામ હવે શરૂ કર્યું. મોરચામાંના માણસો તે જોઈ ચોંકી ઊઠ્યા. મોરચો ધૂળના ઢગલાની પેઠે ઊડી જવા લાગ્યો. બળવાખોરો હવે તોપચીઓને નિશાન બનાવીને પોતાનું સઘળું જોર અજમાવવા માંડ્યા. કેટલાય તોપચીઓ માર્યા ગયા. સરકારી સેનાપતિએ તે જોઈ હવે દૂરથી ફોડી શકાય તેવી મોટી તોપ લાવવાનો હુકમ કર્યો; જેથી પોતાના માણસોની નાહક હત્યા ન થાય. એ દરમ્યાન બેવોચ મોરચાની બહાર આવીને મરેલા કે ઘાયલ થયેલા સરકારી સૈનિકોના કારતૂસના પટાઓ છોડવા લાગ્યો. મોરચાવાળાઓ પાસે હવે કારતૂસો ખૂટી ગઈ હતી.
* દૂર રહ્યાં રહ્યાં સરકારી સૈનિકો મેવોચ ઉપર ગોળીઓ છોડવા લાગ્યા. બેવોચ ડર્યા વિના પોતાનું કામ કર્યો જતો હતો. તેણે સારી પેઠે કારતૂસો ભેગી કરી; પણ હવે તેની આસપાસ ધાણીની પેઠે ગોળીઓ ફૂટી રહી હતી.
થોડી વારમાં એક પછી એક ચાર ગોળીઓ એ નાના ઉંદરડા જેવા છોકરાના શરીરમાંથી પસાર થઈ ગઈ; અને