________________
લે સિઝેરાલ્ડ મુસાફર ખિન્ન થઈ, ઝોયણો ખભે નાખી બહાર નીકળી ગયો. દરમ્યાન પેલો વીશીવાળો આસપાસ ભેગા થયેલા લોકોને એ મુસાફર વિષે હાથ લાંબા કરી કરી, કંઈ કંઈ વાતો કહેવા લાગ્યો. સૌને તે સાંભળી ધ્રુજારી વછૂટી ગઈ.
ભૂખ લાગી અને અંધારું થવા આવ્યું, એટલે પેલો મુસાફર ફરતો ફરતો ક્યાંક નાની વીશી જેવું દેખાયું તે તરફ વળ્યો. વીશીવાળાએ ઉતારો આપવાની હા પાડી, એટલે તે પોતાનો ઝોયણો નીચે ઉતારી, થાકથી સૂજેલા પોતાના પગ શેકતો દેવતા પાસે બેઠો; અને ખાવાનું પીરસાય તેની રાહ જોવા લાગ્યો.
ત્યાં બેઠેલામાંનો એક જણ હમણાં જ પેલી મોટી વીશીના તબેલામાં પોતાનો ઘોડો બાંધવા ગયો હતો. ત્યાંથી તે આ નવા આવેલા મુસાફર વિષે અનેક વાતો સાંભળી લાવ્યો હતો. તેણે વીશીવાળાને પાસે બોલાવી કાનમાં કંઈક કહ્યું, એટલે તે તરત પેલા મુસાફર પાસે ગયો અને તેના ખભા ઉપર જોરથી હાથ મૂકીને બોલ્યો, “અલ્યા એય, ઊઠ, અહીંથી ચાલતી પકડ!'
પેલો સમજી જઈને તરત થેલો અને દડી ઉપાડી બહાર નીકળ્યો. બહાર કેટલાક છોકરાઓ તેની રાહ જોતા હોય તેમ ઊભા હતા, તેમણે તેના ઉપર પથરો ફેકવા માંડયા. પેલાને ગુસ્સો ચડી આવ્યો. તેમના તરફ દડો વીંઝતો તે એવો તો તડયો કે છોકરાઓ પડીને નાઠા !
થોડે દૂર જતાં જેલખાનાનો દરવાજો આવ્યો. તેણે અંદરના પ્રાંટની દોરીનો છેડો ખેંચ્યો. દરવાજાની નાની બારી ઊઘડી. મુસાફરે નમ્રતાથી ટોપી ઊંચી કરીને કહ્યું, “જેલર સાહેબ, મહેરબાની કરી મને આજની રાત અંદર સૂવા દેશો!”
અંદરથી જવાબ આવ્યો, “બેટમજી, આ કંઈ વીશી નથી. પહેલાં કશું પરાક્રમ કરીને કેદ પકડાઈ જા; એટલે તારે માટે આ દરવાજો તરત ખૂલશે.”