________________
હડધૂત મુસાફર મુસાફર હવે ગામને છેડે આવેલી વાડીઓ તરફ આવી પહોંચ્યો હતો. એક વાડી વચ્ચેના નાના મકાનની બારીમાંથી પ્રકાશ આવતો હતો. તેણે બારીના કાચમાંથી અંદર જોયું. છોકરાં સાથે કલ્લોલ કરતું એક કુટુંબ બેઠું હતું. આશાભર્યા હૃદયે તેણે ટકોરા માર્યા. | ‘પૂછવા બદલ માફ કરજો; પણ પૈસા લઈને તમે મને થોડું ખાવાનું આપશો? તથા આજની રાત બહારની ઓરડીમાં કયાંક પડી રહેવા દેશો?'
તમે કોણ છો?' હું બંદરેથી આવ્યો છું અને આખો દિવસ ચાલ્યો છું.” પણ તમે વીશીમાં કેમ નથી જતા?' ક્યાંય જગા નથી.”
અરે, એ તે કંઈ વાત છે? આજે નથી બજારનો દિવસ કે નથી મેળાનો દિવસ !'
મુસાફરે આનાકાની સાથે કહ્યું, “કોણ જાણે શાથી, પણ મને ના પાડી.” - ઘરધણીનો ચહેરો હવે એકદમ બદલાવા લાગ્યો. તેણે પણ ગામમાં આવેલા ભામટા વિષે વાતો સાંભળી હતી. તરત ભીંતેથી બંદૂક હાથમાં લઈ, પેલા તરફ તાકીને તેણે બૂમ પાડી, અલ્યા, તું પેલો ભામટો તો નથી ને? ચાલ, ભાગ અહીંથી!' અને પછી ભડભડ બારણું બંધ કરી દીધું.
રાત હવે ઝપાટાબંધ વધવા લાગી હતી. કડકડતી ઠંડી બચકાં ભરતી હતી. થોડે દૂર રસ્તા પાસે એક નાની ઝૂંપડી જેવું દેખાયું. મુસાફરે માન્યું કે રસ્તો સમારનારાઓ દિવસે નાનાં ઝૂંપડાં જેવું ઊભું કરે છે, તેમાંનું કંઈક હશે. ટાઢમાંથી તો બચાશે એમ માની તે નીચો નમી અંદર પેઠો. અંદર પરાળની પથારી જેવું બિછાવેલું હતું. થાક્યો હોવાથી તે ખાંધેથી ઝોયણો પણ ઉતાર્યા વિના તરત તેના ઉપર આડે