________________
કૃતાંજલિ જગવિખ્યાત ફ્રેન્ય સાહિત્યકાર વિકટર હ્યુગોની આ મશહુર અમર કૃતિને કિશોરભોગ્ય વિક્રમ સંક્ષેપ ભાઈ ગોપાળદાસે, મારી સૂચનાથી તૈયાર કર્યો છે. પરિવાર સંસ્થાએ એક વિસ્તૃત સચિત્ર સંક્ષેપ પણ પ્રસિદ્ધ કર્યો છે. ઇંગેની આ કથા એવી છે કે, સર્વ-વયીઓને તેમાં રસ પડે, એટલું જ નહિ વારંવાર વાંચતાંય થાક ન લાગે – બલ્ક ફરી ફરી વાંચવા મન થાય. આવો સુંદર સંક્ષેપ ભેટ આપવા બદલ ગુજરાતી વાચકોએ ગોપાળદાસને અને પ્રકાશક સંસ્થાનો આભાર માન ઘટે છે.
ઘગેની આ કથા આર્જના યુગમાં પણ ખૂબ રસથી અને પ્રેમપૂર્વક વંચાય છે. તે બતાવે છે કે, યક્તિ અને વસ્તુ વચ્ચે જ પસંદગી કરવાની હોય, તે વ્યક્તિ જ ચડે, કેમ કે પસંદગી વ્યક્તિ જ કરે છે વસ્તુ વ્યક્તિ માટે છે, નહીં કે વ્યકિત વસ્તુ માટે. આજના જડવાદો વ્યકિતને વસ્તુ માટે બનાવીને દુનિયાને ધાર્યો ઘાટ ઉતારવા તાકે છે, એમ ખરું. છતાં, તે સિદ્ધાંતના પિર રૂપ એવા રશિયામાં પણ ટૉલ્સ્ટૉય ઇ૦. જેવા સાહિત્યસ્વામીઓ રસપૂર્વક પાછા વંચાય છે. એ બતાવે છે કે, માનવ-હૃદય છેવટે છે તેવું જ છે. તેનો પ્રેમ અન્ય માટે છે; પ્રેમપાત્ર જનોને સારુ ઘસાઈ મરવાને માટે તે હૃદયમાં ઊંડી ભાવના પણ છે જ. આ તે કાયદા-કાનૂન દ્વારા તેમાં ભાગ્યે ફેરફાર કરી શકાય. ગરીબાઈ ઇ૦ ગુને નથી, પરંતુ આવા માનવપ્રેમ કે હૃદયધર્મને દ્રોહ એ મૂળ ગુનો છે. આવા પ્રેમધર્મની સાક્ષાતુ વફાદારીનું આ કથાચિત્ર વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે. ભાઈ ગોપાળદાસની આ ચોપડી માટે કાંઈક લખવાને મિષે હૃગેની આ કથાનું ચિંતન-મનન કરવાની જે તક મળી, તેને માટે આભારપૂર્વક, તે મહાન માનવ-કથાકાર માટેની આ મારી કૃતાંજલિ પૂરી કરું છું.
ભાઈ ગોપાળદાસે ગુજરાતી ભાષામાં વિશ્વ-સાહિત્યને જે અદ્ભુત ધોધ વહેવડાવ્યો છે તે માટે તેમને અને તેમની પ્રકાશક સંસ્થાને ધન્યવાદ આપું છું. ૨-૧૦-૧૯૬૮
મગનભાઈ દેસાઈ